________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
મુજ ઘટ પ્રગટ્યો આણંદ અબહું નવલી મૂર્તિ પેખી; વિકસિત કમળ પરે મુજ હૈયડું, થાયે તુમ મુખ દેખી. ૪ મુજ ભક્તિએ તુમ આકર્ષ્યા, આવ્યા છો મુજ ઘટમાં; ન્યૂનતા નહિ રહે કશી માહરી, મુજ સમ કો નહિ જગમાં. ૫ સુવ્રતાનંદન સુરનર સેવિત, પુરણ પુણ્ય પાયો; પંડિત પ્રેમવિજય સુપસાથે, ભાણવિજય મન ભાયો. ૬
४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
(રાગ - ગોડી)
ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેશ્વર. બીજો મનમંદિર આણું નહી, એ અમ કુલવટ રીત.જિને ધર્મ૦ ૧
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિને ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિને ધર્મ૦ ૨
For Private And Personal Use Only
પ્રવચન અંજન જો સદ્ગુરૂ કરે, દેખે પરમનિધાન; જિને હૃદયનયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન. જિને ધર્મ૦ ૩ દોડત દોડત દોડત દોડીઓ, જેતી મનની રે દોડ; જિને પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ.જિને ધર્મ૦ ૪ એકપખી કેમ પ્રીતિ પરવડે ? ઉભય મિલ્યા હોય સંઘ જિને હું રાગી હું મોહે ફંદીઓ,તુ નિરાગી નિરબંધ. જિને ધર્મ૦ ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત ઉલંઘી હો જાય ! જિને જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પુલાય ; જિને ધર્મ૦ ૬ નિરમલ ગુણમણિ રોહણભૂધરા, મુનિજન માનસહંસ ; જિને ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલવંશ ! જિને ધર્મ૦ મનમધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિને ધનનામી આનંદઘન સાંભલો, એ સેવક અરદાસ. જિને ધર્મ ૮