________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મિલશું વાચક “ચશ' કહે હે હલશું. સા. ૫
વાસુપૂજય સ્વામીજીને, કરું રે પ્રણામ; મૂરતિ સુરતિ નિરખી હરખ્યો, મારો આતમ રામ. ૧ મારો આતમરામ, મારા સુખનો ઠામ; મિઠી આંખે દેખત મોરી, ભાવઠ ગઈ તમામ. ૨ અચરીજ તાહરી વાર્તામાં, કીધો કોલ કરાર; મૂઢ પણે વિસારી મૂકી, નવિ કીધો નિરધાર. ૩ અવગુણ મુજમાં છે ધણાં પણ, સાહિબ ન આણો મન; લોકે કલંકી થાપીયો પણ, શશહર રાખ્યો તન. ૪. ભમતાં ભમતાં જોઇઓ મેં, તુજ સરીખો દેવ; દીઠો નહિ તેણે કારણે રે, નિશ્ચ કરવી સેવ. ૫ જ્ઞાનવિમલ પદ તેં દીચો રે, મહેર કરી મહારાજ; આટલા દિન અલેખે ગયા ને, સફળ થયો ભવ આજ. ૬
(રાગ - સાહિબા વાસુપૂજ્ય જિગંદા) શ્રી વાસુપૂજ્યજી સાહિબ હમારા, પ્રભુ લાગો છો તમે પ્રેમ પ્યારા; સાહિબા જિનરાયા હમારા, મોહના જિનરાચા હમારા; તન મન ચિત્ત વળગ્યું તુમશું હવે અંતર રાખો કીમ અમશું? ૧ દાસની આશા પુરીચે પ્યારા, જો નામ ધરાવો છો જગદાધાર; અકલ લીલા તુમ પાસે જે સ્વામી, હિત આણી દીજીએ અંતરજામી. ૨ એટલી વિમાસણ શી છે તુજને ? એ તો વાંછિત દેતા સ્વામી મુજને ખોટ ખજાને નહિ પડે તાહરે, પણ અક્ષય ખજાનો હોશે માહરે. ૩
For Private And Personal Use Only