________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૨૨૪
+++++++
અંતર ચિત્તની વારતારે, પ્રભુ કહું તે ચિત્ત ધરોને; પ્રીત પ્રતિત જિમ ઉપજેરે, તમ અવિહડ પ્રીત કરોને. ૨ સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ લોભાવ્યા તેં અમને; મુજ મન મળવા અતિ ઘણું રે,ચાહે ક્ષણમાંહે તુજને. ૩ લલચાવશો દિન કેટલા રે,ઇમ મુજને દિલાસો દેઇને; હા ના મુખથી ભાખીયે રે, બેસી શું રહ્યાં મૌન લેઇને. ૪ હસિત વદને બોલાવીને રે, આજ મુજને રાજી કરોને; વાંછિત દેઇ અમને રે, તુમે જગમાં સુજશ વરોને. ૫ રોગ શોગ દુઃખ દોહગ, પાપ સંતાપ ને તાપ હરીને; પંડિત પ્રેમના ભાણને રે, પ્રસન્ન હોજો હેજ ધરીને. ૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***
તાહરી અજબશી ચોગની મુદ્રા રે, લાગે મુને મીઠી રે, એ તો ટાળે મોહની નિદ્રા રે,પ્રત્યક્ષ દીઠી રે, લોકોત્તરશી જોગની મુદ્રા, વ્હાલા મ્હારા નિરૂપમ આસન સોહે રે; સરસ રચિત શુક્લધ્યાનની ધારે, સુરનરના મન મોહે રે. લાગે૦ ૧
ત્રિગડે રતન સિંહાસન બેસી, વા૦ ચિહું દિશી ચામર ઢલાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે. લાગે૦ ૨ અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વા૦ જેમ આષાઢો ગાજે રે; કાન મારગ થઈ હિયડે પેસી,સંદેહ મનના ભાંજે રે. લાગે૦ ૩
*
કોડીંગમે ઉભા દરબારે, વા૦ જય મંગલ સુર બોલે રે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે,દીસે ઇમ તૃણ તોલે રે. લાગે૦ ૪
ભેદ લહું નહિ જોગ' જુગતિનો વા૦ સુવિધિ જિણંદ બતાવો રે; પ્રેમશું કાન્તિ કહે કરી કરૂણા, મુજ મન મંદિર આવો રે. લાગે૦ ૫ ૧. યોગની રીતિ-નીતિનો.
For Private And Personal Use Only