________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું તો નિરાગી છે પ્રભુ, પણ વાલો મુજ જોર, એક પછી તે પ્રીતડી, જિમ ચંદ્રમા ને ચકોર. મુજ ૦ ૪ તુમ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર, પણ તેહના આદર થકી,તસ ફળ તણો નહિ પાર. મુજ૦ ૫ અમે ભક્તિયોગે આણશું, મનમંદિર તુમ આજ. વાચક વિમળના રામશું, ઘણું રીઝલો મહારાજ. મુજ. ૬
(રાગ- વીરકુંવરની વાતડી કેને કહીયે) ચંદ્રપ્રભની ચાકરી નિત્ય કરીએ રે, નિત્ય કરીએ રે, નિત્ય કરીએ, કરીએ તો ભવજલ તરીએ, હાં રે ચડતે પરિણામ. ૧ લક્ષ્મણા માતા જનમીયા જિનરાય,જિન ઊડુપતિ લંછન પાચ, એતો ચંદ્રપુરીના રાય, હાં રે નિત્ય લીજે નામ. ૨ મહસેન પિતા જેહના પ્રભુ બળિયા, મુને જિનજી એકાંતે મળિયા, મારા મનના મનોરથ ફળિયા, હાં રે દીઠે દુઃખ જાય. ૩ દોઢસો ધનુષ્યની દેહડી જિન દીપે, તેજે કરી દિનકર ઝીપે, સુરકોડી ઉભા સમીપે, હાં રે નિત્ય કરતાં સેવ. ૪ દશ લાખ પૂર્વનું આઉખું જિન પાળી, નિજ આતમને અજવાળી, દુષ્ટ કર્મના મર્મને ટાળી, હાં રે લહું કેવળજ્ઞાન. ૫ સમેતશિખર ગિરિ આવિયા પ્રભુ રંગે, મુનિ કોડી સહસ પ્રસંગે, પાળી અણસણ ઉલટ અંગે, હાં રે પામ્યા પરમાનંદ. ૬ શ્રી જિન ઉત્તમ રૂપને જે ધ્યાવે, તે કીર્તિ કમલા પાવે, મોહનવિજચ ગુણ ગાવે, હાં રે આપો અવિચલરાજ. ૭
For Private And Personal Use Only