________________
Shri Mahavir Jain Aradhana Kendra
***** ove
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
******
જે જન અભિલખે રે, તે તો તેહથી નાસે;
તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાહેબ ૦ ૫ ધન્ય ધન્ય તે નરા રે, એહનો મોહ વિછોડી વિષય નિવારીને રે, તેહને ધર્મમાં જોડી, અભક્ષ્ય તે મેં ભળ્યાં રે, રાશિભોજન કીધાં; વ્રત નવિ પાળિયાં રે, જેહવા મૂળથી લીધા. સાહેબ૦ ૬
++++++
અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહેબ મળિયો;
તુમ વિણ કોણ દિએરે ? બોધિ-રયણ મુજ બળિયો, સંભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા; નય એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા. સાહેબ॰
૫
હાં રે હું તો મોહ્યો રે લાલ, જિન મુખડાને મટકે, જિન મુખડાને મટકે વારી જાઉં, પ્રભુ મુખડાને મટકે. ૧ નયન રસીલા વયણ સુખાળાં, ચિતડું લીધું હરી ચટકે, પ્રભુજીની સાથે ભક્તિ કરતાં, કર્મ તણી કસ તટકે. ૨ મુજ મન લોભી ભ્રમર તણી પરે, પ્રભુ પદ કમળે અટકે, રત્ન ચિન્તામણી મૂકી રાચે, કહો કોણ કાચને કટકે? ૩ એ જિન ધ્યાને ક્રોધાદિક જે, આસપાસથી અટકે, કેવલનાણિ બહુ સુખખાણી, કુમતિ કુગતિને પટકે. ૪ એ જિનને જે દિલમાં ન આણે, તે તો ભૂલા ભટકે, પ્રભુજીની સાથે ઓળખ કરતાં, વાંછિત સુખડાં સટકે. ૫ મૂર્તિ સંભવ જિનેશ્વર કેરી,જોતાં હૈડુ હરખે, નિત્ય લાભ કહે પ્રભુ કીર્તિ મોટી, ગુણગાઉં હું લટકે. ૬
For Private And Personal Use Only
++++++++++++++++++/