________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે સ્વામી હું સેવા કામી, મુજરે સ્વામી નિવાજો; નહિ તો હઠ માંડી માગંતાં, કીણવિધ સેવક લાજે. પ્યારા. ૫ જ્યોતે જ્યોતિ મીલે મત પ્રીછો, કુણ લહેશે કુણ ભજશે? સાચી ભક્તિ જે હંસ તણી પરે, ખીર-નીર નય તેહ કરશે. પ્યારા ૬ ઓલગ કીધી જે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. પ્યારા. ૦
સાહેબ સાંભળો રે, સંભવ અરજ અમારી; ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તમારી, નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો; તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ધમધમિયો. સાહેબ૦ ૧ ઇન્દ્રિયવશ પડ્યો રે, પાળ્યાં વ્રત નવિ ભૂંસે; વસ પણ નવિ ગણ્યાં રે, હણિયા શાવર હંસે ! વ્રત ચિત્ત નવિ ધ રે, બીજું સાચું ન બોલ્યું; પાપની ગોઠડી રે, તિહાં જઇ હઇડું ખોલ્યું. સાહેબ૦ ૨ ચોરી મેં કરીરે, ચઉહિ અદા ન ટાળ્યું; શ્રી જિન આણશું રે, મેં નહિ સંયમ પાળ્યું ! મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો; રસના લાલચે રે નીરસ પિંડ ઉવેખ્યો. સાહેબ૦ ૩ નરભવ દોહિલો રે, પામી મોહવશ પડિર્યા; પરસ્ટી દેખીને રે, મુજ તન તિહાં જઇ ચડિયો, કામ ન કો સચ રે, પાપે પિંડ મેં ભરિચો શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીયો. સાહેબ૦ ૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી; તો પણ નવિ મળી રે મળી તો નહિ રહી રાખી,
For Private And Personal Use Only