________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઇમ પે, હુઓ મુજ મન કામ્યો. પ્રભુજી છે ૧ કૃપણ
અજિત જિનેશ્વર સાંભલો રે, એ સેવક અરદાસ; ભવ ભયથી હું ઊભગ્યો રે, કર નિજ ચરણનો દાસ રે, ભવિયાં ભાવે ભજો જિનચંદ, સેવે ચોસઠ ઇંદ રે. ભ૦ ૧ મુજ સરિખા તુજને ઘણાં રે, માહરે તે પ્રભુ એક; કદચ ન છોડું તુજ છેડલો રે, એ મુજ મનની ટેક. ભ૦ ૨ નિર્ગુણી જાણી ઉવેખસ્યો રે, આદિ ગુણી કોણ હોય? ગુણિજન તારીશ તો પ્રભુ રે, અધિકતા કિહાં તુજ જોય રે. ભ૦ ૩ ભવ ભયભંજની તાહરી રે, મૂર્તિ શોભે મહારાય; જે તુજ ધ્યાને સદા રમે રે, ધ્યેયપણું તસ થાય રે. ભ૦ ૪ મન મંદિરિયે પધારીયે રે, કૃપા કરી જિનરાય; કમલવિજય પદ સેવતાં રે, મોહનનાં વાંછિત થાય રે. ભ૦ ૫
(૩)
પ્રીતલડી બંધાણી રે અજિત નિણંદશું પ્રભુ પખે ક્ષણ એક મને ન સુહાય ; ધ્યાનની તાળી રે લાગી નેહશું જલદ-ઘટા જેમ શિવ-સુત વાહન દાય જો. પ્રીતલડી ૧ નેહધેલું મન હારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જો; હારે તો આધાર રે સાહિલ રાવલો, અંતરગતની પ્રભુ આગળ કહું ગુજ્જ જો. પ્રીતલડી ૨ સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરી રહું? બીરુદ તમારું તારણ તરણ જહાજ જો. પ્રીતલડી ૩ તારકતા તુજમાંહે રે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીનદયાળ ! જો; તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ ? જાણ આગળ કૃપાળ ! જો. પ્રીતલડી ૪
For Private And Personal Use Only