________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
++++++++++++++ ૨૦૨
મરૂદેવીના નંદન રે વંદના માહરી, અવધારો કાંઈ પ્રભુજી મહારાજ જો, ચૌદ રાજનો ઉચ્છિષ્ટ પ્રભુજી તારીયે, દીજીએ કાંઈ વંછિત ફળ જિનરાજ જો. ૫
વંદના નિસુણી રે પરમ સુખ દીજીયે, કીજીયે રે કાંઈ જન્મ-મરણ દુઃખ દૂર જો, પદ્મવિજય સુપસાય રે ૠષભ જિન ભેટીયા, જીત વંદે કંઈ પ્રહ ઉગમતે સુર જો. S શ્રી અજિતનાથ જિન સ્તવનો-૯
૧
(રાગ - મારો મુજરો લેજો રાજ) અજિત જિણેસર ચરણની સેવા, હેવા એ હું હળિયો, કહીએ અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળિયો,
પ્રભુજી ! મહેર કરીને આજ, કાજ હમારા સારો. ૧
મૂકાવ્યો પણ હું નવિ મુક્યું, ચૂકું એ નવિ ટાણો; ભક્તિભાવ ઉઠ્યો જે અંતર,તે કિમ રહે શરમાણો. પ્રભુજી૦ ૨
લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું પ્રસન્ન; યોગમુદ્રાનો લટકો ચટકો, અતિશય તો અતિધન્ન. પ્રભુજી૦ ૩
પિંડ-પદસ્થ રૂપસ્તે લીનો, ચરણકમળ તુજ ગૃહિયાં; ભ્રમર પરે રસ સ્વાદ ચખાવો, વિરસો કાં કરો મહિયાં. પ્રભુજી૦ ૪
બાળકાળમાં વાર અનંતી, સામગ્રીયે હું નવિ જાગ્યો; યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો. પ્રભુજી ૫
તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો; ચિત્ત વિત્ત ને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહનો. પ્રભુજી ૬
+++++++*************
For Private And Personal Use Only