________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચસો મુનિની વૈયાવચ્ચ કીધી, તે પુર્વે બાહુબળી રાણોજી થયારે, કેળ કંથેરામાં કર્મ ખપાવ્યા, તે પુજે મરૂદેવી માતા રે. ૫ રાજ રિદ્ધિ છોડીને સંચમ લીધો, તે પુણ્ય બ્રાહી સુંદરી રે, તપ જપ કરી કર્મઅપાવ્યા, તે પુણ્ય સુંદરી શિવ ગયા રે. ૬ ધર્મ તણા ફળ એહવા જાણો, જ્ઞાનવિમલસૂરિ એમ ભાખે રે, જે નર ગાશે જે નર ભણશે, તેહના સમકિત નિર્મળ થાશે રે.
ગષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કત; રીઝો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. બદષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન હોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. બાષભ ૦૨ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કતને ધાર; એ મેળો નાવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન થાય. બાષભ૦ ૩ કોઈપતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. બાષભ૦ ૪ કોઈ કહે લીલારે ચાલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. બાષભ૦ ૫ ચિત્તપ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદધન પદ રેહ. બહષભ૦ ૬
સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે, મોહન મરૂદેવીનો લાડલોજી, દીઠો મીઠો આનંદપુર રે,
સમકિત દ્વાર ગભારે પેસતાંજી સમ૦ ૧ આયુ વરજિત સાતે કરમનીજી, સાગરકોડાકોડી હીણ રે, સ્થિતિ પટમ કરણે કરીજી, વીર્ય અપૂરવ મોગર લીધ રે. સમ૦ ૨
For Private And Personal Use Only