________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિમજિમ એ ગિરિ ભેટીએ રે, તિમ તિમ પાપ પલાય સલુણા; અજિત જિનેશ્વર સાહિબો રે, ચોમાસુ રહી જાચ સલુણા. જિમ... ૨ સાગર મુનિ એક કોડીશું રે, તોડ્યા કર્મના પાસ સલુણા; પાંચ કોડી મુનિરાજ શું રે, ભરત લહ્યાં શિવવાસ સલુણા. જિમ ૩ આદીશ્વર ઉપકારથી રે, સારકોડી સાથ સલુણા; અજિતસેન સિદ્ધાચળે રે,ઝાલ્યા શિવહુ હાથ સલુણા. જિમ ૪ અજિતનાથ મુનિ ચૈત્રની રે, પુનમે દશ હજાર સલુણા; આદિત્ય શા મુક્તિ વર્યા રે, એક લાખ અણગાર સલુણા. જિમ૦ ૫ અજરામર ક્ષેમકરુ રે, અમરકેતુ ગુણકંદ સલુણા; સહસ પત્ર શિવંકરુ રે, કર્મક્ષય તમાકંદ સલુણા. જિમ ૬ રાજરાજેશ્વર એ ગિરિ રે, નામ છે મંગળરૂપ સલુણા; ગિરિવર રજ તમંજરી રે, શીશ ચઢાવે ભૂપ સલુણા. જિમ૦ દેવયુગાદિ પૂજતા રે, કર્મ હોયે ચકચૂર સલુણા; શ્રી શુભવીરને સાહિબા રે, રહેજો હૈડા હજૂર સલુણા. જિમ૦ ૮
તમે તો ભલે બિરાજો જી, સિદ્ધાચલકે સાહિબ ! તમે તો ભલે બિરાજજી મરૂદેવીનો નંદન રૂડો, નાભિ નરિદ મલ્હાર; જુગલા ધર્મ નિવારણ આવ્યા, પૂરવ નવાણું વાર. તમે તો ૧ મૂળ નાયકની સનમુખ રાજે, પુંડરીક ગણધાર; પંચકોડર્યું ચૈત્રી પુનમે, વરીઆ શિવવધુ સાર. તમે તો ૨ સહકુટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ, ચઉદશેં બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ; તમે તો ૩ પ્રભુ પગલાં રાયણ હેઠ, પુજી પરમાનંદ; અષ્ટાપદ ચઉવીશ જિનેશ્વર સમેત વીશ નિણંદ, તમે તો. ૪
For Private And Personal Use Only