________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
અવસર પામી અરજ સુણીને, વિનતડી અવધાર, નીતિવિજયના બાલસિદ્ધિની, આવાગમન નિવાર. ૫
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
(રાગ - વીરકુંવરની વાતડી કોને કહીએ) વિમલગિરિને ભેટતા સુખ પાયો, હાંરે સુખ પાચો રે સુખ પાયો, હાંરે આનંદ અતિ દિલ છાયો, હારે નમતાં ગિરિરાજ. ૧
મુજ મનમંદિર ૠષભની અતિ પ્યારી, હાંરે સોહે મુરતિ મોહનગારી, હાંરે જસ મહિમા છે અતિભારી, હાંરે માનુ મોહનવેલ. ૨ આસપાસ જિનબિંબને દિલ ધરીયે, હારે રાયણ પગલા ન વિસરીયે, હાંરે પુંડરીક ગણધર ગુણ વરીયે, હાંરે કરો જન્મ પવિત્ર. ૩ ઋષભ પ્રભુજી આવીયા દીલધારી, હાંરે પૂર્વ નવ્વાણુ વારી, હાંરે મુનિઘ્યાન ધરૂં અતિભારી, હાંરે તીર્થ નમું ગુણખાણ. ૪ પુંડરીકાચલ નામથી ઓળખાયો, હાંરે જ્ઞાતાસૂત્રમાં તીર્થ બતાયો, હાંરે સીમંધરજિન મુખ સે ગાયો, હાંરે નામ લીયે દુઃખ જાય. ૫ તીર્થ પ્રતાપે ભેટીયે મનોહારી, હારે દેશસોરઠ રૂડો શણગારી, હાંરે સૌભાગ્યવિજયને પ્યારી, હાંરે નમીયે વારંવાર. ૬
(૧૨
એક દિન પુંડરીક ગણધરુ રે લાલ ! પૂછે શ્રી આદિજિણંદ સુખકારી રે; “કહીયે તે ભવજલ ઊતરી રે લાલ ! પામીશ પરમાનંદ ભવવારી રે ?” એક ૦ ૧.
કહે જિન “ઇણગિરિ પામશો રે લાલ ! જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લાલ ! અધિક અધિક મંડાણ નિરધારી રે.” એક૦ ૨
For Private And Personal Use Only
એમ નિસુણીને ઇહાં આવીઆ રે લાલ ! ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડી મુનિ પરિવર્યા રે લાલ ! હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે. એક૦ ૩.
•******
*+++++++ ****