________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૧૬૮ બબબબ
સિદ્ધાચલગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારા,
એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પારા, રાચણ રૂખ સમોસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધન્ય૦ ૧. મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચઉમુખ પ્રતિમા ચાર; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધારા રે. ધન્ય૦ ૨ ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારા રે. ધન્ય૦ ૩ દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણી ગુણ તોરા; પતિત ઉદ્ધારણ બીરુદ તુમારું, એ તીરથ જગ સારા રે. ધન્ય. ૪ સંવત અઢારસે ત્યાશી માસ અષાઢા, વદી આઠમ ભોમવારા; પ્રભુજી કે ચરણ પ્રતાપ કે સંગસે, ખિમારતના પ્રભુ પ્યારા રે. ધન્ય ૫
મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરખીત થાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય. મારું. ૧ પાંચમે આરે રે પાવન કારણે રે, એ સમું તીરથ ન કોય; મોટો મહિમા રે જગમાં એકનો રે, આ ભરતે ઇહાં જોય. મારું ૨ ઘણગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યાં સાધુ અનંત; કઠિન કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હોચે કરમ નિશાંત. મારું૦ ૩ જૈનધર્મ તે સાચો જાણીએ રે, માનું તીરથ એ સ્તંભ; સુરનર કિન્નર નૃપ વિધાધરા રે, કરતા નાટારંભ, મારું ૪ ધન ધન દહાડો રે ધન વેળા ઘડી રે, ઘરીએ હૃદય મોઝાર; જ્ઞાનવિમલસૂરિ ગુણ એહના ધણા રે, કહેતા ન આવે પાર. મારું પ
For Private And Personal Use Only