________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જય જયકારી જી, ધનુષ પાંચશે કંચન વરણી, મૂરતિ મોહનગારી જી; વિચરતા પ્રભુ મહાવિદેહે, ભવજનને હિતકારી છે, પ્રહ ઊઠી નિત્ય નામ જપીજે, હૃદય કમલમાં ધારી જી. ૧ સીમંધર યુગબાહુ સુબાહુ સુજાત સ્વયંપ્રભ નામ જી, અનંત સુર વિશાલ વજધર, ચંદ્રાનન અભિરામ જી; ચંદ્ર ભુજંગ ઇશ્વર નેમિપ્રભ, વીરસેન ગુણધામ છે, મહાભદ્ર ને દેવીશા વલી, અજિત કરું પ્રણામ જી. ૨ પ્રભુ મુખવાણી બહુ ગુણખાણી, મીઠી અમીય સમાણી જી, સૂત્ર અને અર્થે ગુંથાણી, ગણધરથી વિચારી જી; કેવલનાણી બીજ વખાણી, શિવપુરની નિશાની છે, ઉલટ આણી દિલમાંહે જાણી, વ્રત કરો ભવિ પ્રાણી છે. ૩ પહેરી પટોલી ચરણાં ચોલી, ચાલી ચાલ મરાલી જી,
અતિ રુપાલી અધર પ્રવાલી, આંખલડી અણીઆલી જી; વિજ્ઞ નિવારી સાંનિધ્યકારી, શાસનની રખવાલી જી, ધીરવિમલ કવિ રાયનો સેવક, બોલે નય નીહાલી જી. ૪
અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ ભાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૧ વીશ વિહરમાન જિનને વંદો રે, જિનશાસન પૂજી આણંદો રે; ચંદા એટલું કામ તમે કરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૨ શ્રી સીમંધર જિનની વાણી રે, તે તો અમીય પાન સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવો રે, ભવસંચિત પાપ ગમાવો રે. ૩
For Private And Personal Use Only