________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
તપ જપ ધ્યાન ધરતા ભવિજન, આઠ કરમને સાધો જી, શ્રીઆગમ આરાધી પામો, શિવસુખ સાર અગાધો જી. ૩ માતંગજક્ષ મહિમાવંત મોટો, મહિમંડલમાં ગાજે છે, શ્રીસિદ્ધાઇ કમલવાસની, નયન કમલ અતિ રાજે જી; મુખકમલ દેખીને લાજ્યો, ચંદો દૂર ભાજે જી, શ્રીરૂપવિજય મુનિ માણિક સંઘના, સારે વાંછિત કાજ જી. ૪
સર હરર હલાહલ ઘસગ છબ છબ, નવણ જલક્રોડો મણો. ખણ ખણણ ત્રોંડ બોંડ તણક ટન ટન, ઘોષ કલશાઓ તણો સુર સંઘ નાચે છણણ છુમ છુમ રણણ ઝૂમ ઝૂમ જયકરો. એ વીર વિભુનો જન્મ ઉત્સવ, જગતનું મંગલ કરો. ૧ પી પી પી પુપુડું તણણ તી તી, ભણણ શું શું વાગતા. ધપ ખણણ ખલબલ તડાક વીધી, ધડાક શું હું ગાજતા જય જય સુનંદા જયઉ ભદા, જયઉ ખત્તિઅ બલધરો ચોવીશ જિનનો દીક્ષા ઉત્સવ, શાંતિ સગુણ પાથરો ૨ ગમસારી ધપની તું તીણી તું, વીણા વાગે સુસ્વરે. ધાધા તતફ ધી ધી ધધક ધોં ધોં દેવ વાજે અનુસરે. સ્યાદ્વાદ નચ નિક્ષેપ ભંગી દ્રવ્ય ગુણનો સાગરો. શ્રી વીર વાણી ધોધ સહુનો, કર્મ મેલ દૂર કરો. ૩ કડકડડ ભુસ કડકડાટ કરી ભડવીર ભૈરવ ચૂરતો, ધમ ધમ અવાજે ચાલતો જિનભક્ત પરચા પૂરતો, ચારિત્રદર્શન વિદનભંજન, ધર્મ રક્ષા તત્પરો, માણીભદ્રજી કલ્યાણ માળા, સંઘને કંઠે ધરો. ૪
(રાગ-શ્રી મહાવીર મનોહરૂ પ્રણમું શિરનામી), શાસનપતિ ચઉવીશમો, વીર નામે જાણું દયાનિધિ ગુણ આગરૂ, જશ મહિમા વખાણું,
For Private And Personal Use Only