________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ તિન એ નામ અનોપમ, ગુણમણિ રોહણ કીર જી, જસ નામે નવ નિધિ સિદ્ધિ લહીયે, ગૌતમ જાસ વજીર જી. ૧ અતીત અનંત થયા ભગવંતા, વર્તમાન જે વરતે જી, સંપ્રતિ વીશ એ છે સુવિદેહે, અનંત અનાગત સરતે જી; વિવિધ વરણ ને વિવિધ લંછન વર, પંચ ઐરાવત ભરતે જી, પુન્ય પસાયે તે સવિ પ્રણમું, આ સંસાર વરતે જી. ૨ અંગ ઇગ્યાર ને બાર ઉપાંગ મૂલ સૂત્ર તિમ ચાર જી, દસ પચન્ના છેદ પદ્ધ તિમ, નંદી અનુયોગદ્વારજી; એ પણચાલીસ આગમ કહીએ, અવર અનેક પ્રકાર છે, તે સવિ વિધિસું જે આરાધે, તે પામે ભવપાર જી. ૩ માતંગજક્ષ શાસન સાનિધિકર, શ્રીસિદ્ધાઇ દેવી જી, પરચા પૂરે સંકટ ચૂર, વીચરણ કજ સેવી જી; દુરિત નિવારે ભવિ સાધારે, સુરતરૂવેલી જેહવી જી, જેહથી સમકિત જ્ઞાનવિમલ ગુણ, લીલા લચ્છિ લહેવી જી. ૪
(૧૩ (રાગ - પર્વ પજૂસણ પુજે પામી પરિઘલ) સંસારદાવાનલ સમાવે, જિમ પુનરાવર્ત નીરો જી, ભવભવસંચિત કરમ કઠિન રજ, હરવા સાર સમીરો જી; કપટકોટ ગિરાવા ગોલો, માયા મહીંદારણ સીરો જી, સિદ્ધારશસ્ત ત્રિશલાનંદન, વીરજિન સાહસ ધીરો જી. ૧ સકલ સુરાસુર સુરગિરિ આવી, સકલ નિણંદ નવરાવ્યા છે, દેવ વિબુધ તે સાચા જાણો, નિજ સીલ કરમ હરાચા જી; કનક કલશ જલ ભરીને ઊભા, જાણે ભવોદધિ તરીયા જી, પૂજે પ્રણમે રાચે માચે, શિવવધૂને વરવા જી. ૨ આઠ પહુરનો પોષહ કરીને, આઠમ તિથિ આરાધો જી, પાંચ સમિતિ ત્રણ ગુતિ આરાધી, અષ્ટ મહા સિદ્ધિ સાધો જી,
For Private And Personal Use Only