________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
**************b
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીલડીપુર મંડણ, સોહિએ પાર્શ્વજિણંદ, તેહને તમે પૂજો, નર-નારીના વૃંદ !; એ શુઠ્યો આપે, ઘણ-કણ કંચન ક્રોડ, તે શિવપદ પામે, કર્મતણા ભય છોડ. ૧ ધનધસીય ધનાધન, કેસરના રંગરોળ, તેહમાં તમે ભેળો, કસ્તુરીના ઘોળ; તિણશું તમે પૂજો, ચઉવીશે જિણંદ, જેમ દૈવ દુઃખ જાવે, આવે ઘર આણંદ. ૨ ત્રિગડે જિન બેઠા, સોહિયે સુંદર રૂપ, તસ વાણી સુણવા, આવી પ્રણમે ભૂપ; વાણી જોજનની, સુણજો ભવિયણ સાર, તે સુણતાં હોશે, પાતિકનો પરિહાર. ૩ પાય રૂમઝુમ રૂમઝુમ, ઝાંઝરના ઝણકાર, પદ્માવતી ખેલે, પાર્શ્વ તણે દરબાર; સંઘ વિઘ્ન હરજો, કરજો જયજયકાર, એમ સૌભાગ્યવિજય કહે, સુખ સંપત્તિ દાતાર. ૪
શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મનવંછિત પૂરણ સુરતરૂ, જય વામાસુત ! અલવેસરૂ. ૧ દોચ રાતા જિનવર અતિભલા, દોય ધોળા જિનવર ગુણનીલા; દોય લીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હૈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હવો શિવસુખ સાખીઓ. ૩ ધરણેન્દ્ર રાય પદ્માવતી,પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ ચૂરતી, નયવિમળનાં વાંછિત પૂરતી. ૪
શ્રી શંખેશ્વર પાસજી, પ્રભુ પૂરો વાંછિત આશજી; પ્રભુ પોષ વદી દશમીયે જનમીયા, ચોસઠ ઇન્દ્રે મહોત્સવ કીયા. ૧ શત્રુંજય તીરથ ધ્યાઇએ, આબુ દેખી નવનિધિ પાઈએ; સમેતશીખર તીરથ વંદીયે, અષ્ટાપદ નમી આણંદીયે. ૨ સમોસરણે બેઠાં પાસજી, પ્રભુ નીલવરણ તનું ખાસજી; પાંત્રીસવાણી ગુણે કરી, સહુ સાંભળે દેશના હિતકારી. ૩ +++++++
For Private And Personal Use Only