________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનવર ભાખ્યો ગણધર ગૂંથ્યો, આગમ જલધિ અપાર જી, તે માંહિ એ તીરથમહિમા, અનંતા અર્થ વિસ્તાર જી; ચૈત્રી પૂનમદિને જે ભવિજન, યાત્રા કરે ઉદાર જી, ત્રીજે અથવા સાતમે ભવે, તે પામે ભવપાર જી. ૩
ગોમુખ ને ચક્કેસરી દેવી, શ્રીસંઘ કરતી સંભાલ જી, ચઉવીશે જિન દેવ ને દેવી, એ ગિરિના રખવાલ જી; ચૈત્રીપૂનમ યાત્રાએ આવે, શત્રુંજયગિરિ નીભાળ જી, વિઘ્ન નિવારે કારજ સારે, રત્નવિમલ જયકાર,જી. ૪
શ્રી ઋષભદેવની થોયો-૬
૧
પ્રહ ઊઠી વંદું, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઇન્દ્ર, જિનના ગુણ ગાવે, સુર નરનારીના વૃંદ. ૧
બાર પર્ષદા બેસે, ઇન્દ્ર ઇન્દ્રાણી રાય, નવકમળ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવ દુંદુભિ વાગે, કુસુમ વૃષ્ટિ બહુ હુંત, એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત. ૨ જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, જિન વચન વખાણી, લીજે ભવનો પાર. ૩ જક્ષ ગોમુખ ગિવો, જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી ચક્કેસરી, વિઘ્ન કોડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સૂરિરાય, તસ કેરો શ્રાવક ઋષભદાસ ગુણગાય. ૪
ત્ર્યાસીલાખ પૂરવ ઘરવાસે, વસીયા પરિકર યુક્તાજી, જન્મ થકી પણ દૈવતરૂ ફલ, ક્ષીરોદધિ જલ ભોક્તાજી; મઇ સુઅ ઓહિ નાણે સંયુત, નયણ વચણ કજ ચંદાજી, ચાર સહસર્જી દીક્ષા શિક્ષા, સ્વામી શ્રી ઋષભ જિણંદાજી. ૧
૧
મન:પર્યવ તવ નાણ ઉપન્થે, સંયત લિંગ સહાવાજી, અઢી દ્વીપમાં સન્નીપંચેન્દ્રિય, જાણે મનોગત ભાવાજી; *****
For Private And Personal Use Only
*****