________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦)
બરાસ કસ્તુરીની વાર્તા
પાછો ઉતર્યો તહી, તારે નારી કહે તમ આવીયા, મુસ્તક કેમ ન કાપી લાવીયા, ત્યારે સ્ત્રીને કહે ધરૂજે મુજ ગાત્ર, મારાથી નવ થાએ ઘાત, ત્યારે કહેતું પુરે ગુમાર, એમ કહીને લીધી તલવાર; પછી ઉપર આવી ચડી, ત્યાં સુતાં જારને સુંદરી. ધીમે ધીમે ગઈ તે દિશ, જઈને જારનું કાપ્યું શીશ; ચોટલી તેના હાથમાં સઈ, મુરતક લાવી હેઠળ નહિ. તે શીશ લઈને આ બેય. દરિઆ કાંઠે આવ્યાં તેહ; મછવાવાળાને બોલાવ્યો જાણું, પાછો લઈને ત્યાં વહાણ, નારી કહે સાંભળે ભરથાર, આ સ્ત્રી ચરીત્ર નીરધાર; ઈસકોતરામાં ઘાલ્યું ઉલાશ, તાળુ દઈ કુંચી રાખી પાસ, તમો ઘેર જાશે જાહરે, નારી પરથી આવશે તાહરે, સ્ત્રીચરિત્ર લાવ્યા ભરચાર, આ મુસ્તક ધરજે કર મોજાર. હવે એ વાત એટલેથી રહી, પેલી નારીની શી ગતિ થઈ. તે નારીએ કીધે મન વિચાર, ઘેર મેકલી દેઉ મારે જાર, એમ વિચારી જગાડવા ગઈ. તે મુસ્તક વિનાની કાયા સહી. રૂધિર દિઠું અપરમપાર, મનમાં દુખ ધર્યું અપાર; પછે મન વિચાર્યું સહી, મારા જારને કેઈએ માર્યો અહીં. પછી મનમાં કર્યો વિચાર, ચોકીવાળે માર્યો જાર, પછે ચાદરમાં બધી ગાંસડી, માથે લેઈ હેઠે ઉતરી. નાંખી આવી તે દરિઆમાં જઈ, પાછી આવી તે ઘરમાં રહી; તે વાત કઈ જાણે નહી લગાર, એટલે ત્યાં થયું સવાર, શોક ધરે છે નારી સહી, એ વાત તે એટલેથી રહી, નાંગ વહાણ જઈને ખાડીએ, વધામણું એકલી બાપને. વાયુ જોરથી ચાલ્યાં વહાણ આવ્યા કરે કેરે જાણ; ધાઈ આવ્યાં તે માતને તાત, સાંભળી પુત્ર આવ્યાની વાત નગર લેક આવ્યા સહી, મા બાપ પુત્રને મળ્યાં તહીં; ત્યાં રતનમાલ નારી છે
For Private And Personal Use Only