________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
બરાસ કસ્તુરીની વાર્તા
સમુદ્ર માંહે પડે, તે જાણતું નથી કેઈ વાત દેવધરે તૈયારી કરી, પાક પાક સાવધાન, ભજન કરીએ આપણે, જે આવી ચડે રાજન. વાટ જુવે બહુ રાયની, યે બહુ ઉચાટ એ આવ્યા એ આવશે, એમ જુવે ચદેશ વાટ, પછે વજીર સુતને ધીરજ નવ રહી, થશે અષે અશ્વાર; દેવધર પ્રાણધર સાથે થયા, આવ્યા નગરની બહાર તે સમુદ્ર કાંઠે આવીયા, જુવે ઉંચી કરીને કર; નિહાળી નીહાળી જુવે ઘણું મનમાં પામે બહુ ક. એમ સાંજ પડી ગઈ જાહરે, ત્યારે થયા નિરાશ; દેવધરને વછર સહી; પાછા આવ્યા અવાસ. ભજન કીધું મને ભંગથી, કેમ આવ્યા નહી રાય; એમ ત્રણ જણ વાતો કરે, આકુળવ્યાકુળ થાય, દુઃખે રાત એમ વહી ગઇ, ને થયો ઉદે પ્રભાત; ચિંતાતુર બેડા સૌ, નવ આવ્યા રાજકુમાર રાજકુંવરને મુકી કરી, હવે શું હું જાઉં ઘેર; ચિંતાતુર છે અહિ ઘાણ; જે નહિ કંઇ પિર, એમ વિચાર્યું વજીર સુતે, તો સકળ સંજોગ; ફકર થઈને નીકળે, આપે લીધે જેગ. દેવધર પ્રાણધર વારે સહી, પણ માને નહી તેનું મન, રજકુંવરને કારણે, ફકીર થઈ નીકળે તે વન. દેશ દેસ તેને શોધત, ફરતે વનેવન; ખાવું પીવું નીદ્રા તજી, ને સોધે રાજાને તન.
ચોપાઈ–એ વાત એટલેથી રહી, રાજકુંવરની શી ગત થઈ તે પિપટ ઉચે આકાશ, મનમાં પામે છે ઉલાસ દિવસ ઘણા ગયા છે વહી, ઉડતે ઉડતું આવ્યું અહી; મધ દરિઆ વચ્ચે જ્યાં વહાણ ત્યાં પોપટ આવ્યા નિર્વાણ દીવસ ત્રણ ગયા છે વહિ, ઉડતો ઉડતો આવ્યો અહી; તે મુખે જ શ્રીરામ, વળી લે કસ્તુરાવતીનું નામ. ધજ બાંધી કુંવરીએ સહિ, તે ઉપર બેડે છે જ;
For Private And Personal Use Only