________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) બરાસ કસ્તુરીની વાર્તા.
ઘણું તેજ, લલચાયું તે વાદીનું મનત્યારે વાદી બે વચન. આ કંકણ તે આપ તમે, તો જુગતે મુકી દઈએ અમે.
હિરે–ત્યારે બાળકે કંકણ આપીયું, છેડાએ તે નામ; તે કંકણ લઈ વાદી ગયે, ભળીયું તેનું ભાગ્ય. વાદી ત્યાંથી વળ્યા સહી, ત્યારે નાગને વાચા થઈ, ધન ધન ભાગ્ય તારું તેં કીધી મારી સહાય; જીવતદાન દીધું સહિ, ઉગાર્યો મારો પ્રાણુ હું પ્રસન્ન થયો અતિ ઘણે, કાંઈક માગ માગ વરદાન, ત્યારે બાળક જઈ ચરણે નમે. તમને ગમતું જેહ, તે કૃપા કરીને આપીએ, મુજને વહાલું તે. નાગે પછી મન વિચાર્યું, કહ્યું બાળકને વચન; એક વેનું આપ્યું હાથમાં, સાંભળરે રાજન. આ વેણુ જ્યારે વાગશે, તેથી મેહ પામશે નાર નર; પશુ પંખી ને માનવિ સે મહેશે - સાર વળી ઘાત ઉઘાત થાય નહિ, મુડ નજરકે ટ; બાધિ રોગ વ્યાપે નહિ, નહિ થાય કાંઈ ઉચાટ. વળી દરીયામાં બુડે નહી. વળી અગ્નિ ન બાળે દેહ; વીખ વીપ્રીત ચઢે નહિ. વળી જશ મેઢે સે કહે, ગુણ બુદ્ધી ને ચાતુરી, દેશે અપરંપાર; તમે સૂર્ય સમર્થ થશો, કોઈનાથી નવ પામે હાર. વળી કષ્ટ પડે સંભાર, ધરજે મારે ધ્યાન; હું આવી સેહે કરીશ, એમ કહી થયા અંતરધ્યાન તે નાગ ત્યારે અલેપ થયે, તે બાળકે વિચારી પિર; પેલી વેણું કરમાં લઈ કરી, આવ્યો પિતાને ઘેર, માતાને વાત માંડી કહી, કહી તાતને વાત; સાંભળી સર્વે પ્રસન્ન થયા, હવે થયું કુળ કે લ્યાણ. તે વેણું લઈને ગાન કરે, મધુર સુર રસાળ; શબ્દ સુણતાં એહને ઉપજે સૈને વહાલ. બ્રાહ્મણ તે ભણતાં રહે. જોગી રહેવા દે ધ્યાન; વાછરૂ ગાયને ધાવે નહી, જ્યારે કરે તે ગાન. ભક્ત ભકતી ચુકે સહી, ગુણજન તજે જ્ઞાન; ડાહ્યો નર ડહાપણ
For Private And Personal Use Only