________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ હેય છે. ઘણુ ખરા મોટા વૃક્ષને એવીજ જાતનાં મૂળ હેય છે અને તેમાંથી કેટલાંક તે એવાં જોરથી વધે છે કે પથ્થરના મેટા ખડક અને મજબૂત ઈમારતો તે ફાડી તેમાં પોતાને માર્ગ કરે છે. (૨) તંતુવાળાં મૂળ જે ઝીણા તાંતણા જેવાં હોય છે, તે જમીનમાં ઘણું ઊંડાં જતાં નથી. ઘઉં, નારિએળી, ઘાસ વિગેરેને એવાં મૂળ હેય છે. (૩) અંતરિક્ષ મૂળ જે ઝાડના થડ ઉપરથી નિકળી હવામાં ટિંગાઈ પાછાં જમીનમાં જાય છે. વડ, પીપર, સિસશ વિગેરેને એવાં મૂળ હોય છે. (૪) ગાંઠોવાળાં મૂળ જે જમીન માંહેલાં થડ જેવાં દેખાય છે પણ તેના ઉપર આંખો હેતી નથી. જેમ મૂળા, બીટ વિગેરે.
થડ એ ઝાડનો જમીન ઉપર ઉભું રહેવાનો ટેકો છે. મૂળવડે જે ખોરાક ઝાડ લે છે તે થડમાં થઈને શુદ્ધ થવા પાંદડામાં જાય છે. થડ ઉપર ડાળીઓ અને પાંદડાં આવે છે તથા લાકડાને જમાવ થડમાં થાય છે.
થડ ઘણું કરીને જમીન ઉપર હોય છે. કઈ કઈ વખતે તે જમીનમાં પણ હોય છે. થડ જ્યારે જમીનમાં હોય છે ત્યારે તેને અંતર્ભમ થડ કહે છે.
જમીન ઉપરનાં થડના મુખ્ય ત્રણ પ્રકાર છે. (૧) સીધા જેને ઈગ્રેજીમાં ઈરેકટ કહે છે તે નારિઓળી, આંબા, શરૂ, એ સીધા થડવાળા ઝાડે છે; (૨) જે ઝાડનાં થડ સીધાં ઉગી શકતાં નથી પણ વાંકાચૂકાં ઉગે છે તેવાં થડને તેઢા થડ (પ્રાસ્ટેટસ્ટેમ) કહે છે. માલતી, બબીન તથા ઈહીનીંગ પ્રિમજને એવાં થડ હોય છે, (૩) વેલાળાં થડ જેને અંગ્રેજીમાં લાઈબીંગ સ્ટમ કહે છે તે. ટીંપુરી કરણ ફૂલનો વેલે એવા થડવાળા છે.
For Private and Personal Use Only