________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) લ બેસવા લાગે તે પહેલાં તેનાં મૂળ ઉઘાડા કરી તેને ખાતર દેવું અને તેનાં તમામ પાંદડાં કાઢી નાખવાં. વધારાની અને નબળી ડાળીઓ પણ કાપી નાખવી. અને તેને ખાતર દીધા પછી છ સાત દિવસ પછી દરરોજ અગર બીજે દિવસે ભરપૂર પાણી તેનાં ફળ પાકતાં સુધી દીધા કરવું. ફાલ લીધા પછી પાણી દેવાનું બંધ કરવું.
એ ઝાડને ઉકરડાનું ખાતર સારું. પણ નિચે લખેલ મિશ્ર ખાતર તેને ઘણું જ ફાયદાકારક છે.
ચાર ભાગ છાણ, એક ભાગ બળ, એક ભાગ લાકડાની રાખ અને પા ભાગ ચુંને એ મિશ્ર કરી એક કંડીમાં ભરવું અને તેમાં પાણી છોડી ઢાંકી રાખવું એટલે આશરે બે માસમાં એ મિશ્રણ ખાતર તરીકે વાપરવા માટે તૈયાર થશે.
સપ્તાળુનાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે ઊંચી જાતનાં ઝાડ આંખ અગર કલમ ચઢાવીને તૈયાર કરવાં. બીનાં ઝાડ જલદી વધે છે અને તેને બીજા વર્ષથી ફાલ આ. વવો સરૂ થાય છે.
બીજથી ઝાડ કરવાં હોય ત્યારે બીજા વર્ષદની સરૂઆતમાં કયારામાં ફુટ ફુટને છેટે વાવવાં અને તે ચાર પાંચ મહિનામાં થાય એટલે તેની દડબ કાઢી જાયું જ્યાં વાવવાં હોય ત્યાં પંદર પંદર ફુટને છેટે ખાડા કરી રોપવા. એ ઝાડ ઉપર એક જાતનો રાત કળીઓ થાય છે, તે ઝાડનાં પાનને નુકશાન કરે છે. તે માટે સાબુનું પાણું પિચકારીથી એ ઝાડ ઉપર છાંટવું અને તેથી તેનાં પાન જોઈ નાખવાં. અગર તમાકુનું પાણી કરી છાંટવું. એ ઝાડનાં થડ ઉપર ચુનાની સફેતી દેવી એટલે એના
For Private and Personal Use Only