________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
શીતળ અને મધુર મૂત્રણેય તેને ૧૦.શીત મેહ જાણ. એ પ્રમાણે કફથી થયેલા દશ પ્રકારના પ્રમેહ ઓળખવા. તેવી રીતે જે પેશાબ સ્પર્શ, ગંધ, વર્ણ અને રસમાં લાદકના જેવું હોય, તેને ૧. ક્ષારમેહ કહે. જેના પેશાબને રંગ ચાષપક્ષીના જે આસમાની હોય છે તેને ૨. નીલમેહ કહે. જે પેશાબનો રંગ કાળો શાહી જે હોય તેને ૩. કાળમેહ કહે. જે પેશાબનો રંગ હળદરના જે તથા સ્વાદે તીખો અને ગુણે ઉષ્ણ હોય તેને ૪. હાદ્ધિમેહ કહે. જેને પિશાબ મજીઠના ઉકાળા જે અને આમની ગંધ જેવો હોય છે તેને ૫. મંજીષ્ઠહ કહે. જેને પેશાબ અત્યંત લાલ, ખારો, ઉsણ અને દુધયુક્ત હોય છે તેને ૬. રકત મેહ કહે. એ પ્રકારે પિત્તના અતિવેગથી અને વાયુ તથા કફના હીન-મિથ્યાગથી છ પ્રકારના પિત્તપ્રમેહ કષ્ટસાધ્ય જાણવા. વાયુના અતિવેગથી વાયુ ધાતુઓને ખેંચી લાવી પેશાબને માગે બહાર કાઢે છે. તેમાં ચરબી સાથે જે પેશાબ આવે છે તેને ૧. વસા મેહ, મજજા સાથે જે પેશાબ આવે છે તેને ૨, મજા. મેહ, જે પેશાબ તરે, મીઠે અને ચીકણે હોય છે તે ૩. શ્રદ્ધમેહ અને જે પેશાબ મદેન્મત્ત હાથીની પેઠે વેગરહિત અને ખમચા હોય તેને ૪. હતિ મેહ જાણ. કફજમેહમાં અન્ન પાચન થતું નથી, અરુચિ થાય છે; ઊલટી, તાવ, ઉધરસ અને સળેખમ થાય છે. પિત્તજમેહમાં મળદ્વાર અને ઉપસ્થ ઇંદ્રિયમાં સો ભેંકાય તેવી પીડા થાય છે, અંડકોશ પરની ચામડી પાકીને ફાટે છે, તાવ, તૃષા, ખાટા ઓડકાર, મૂછ અને ઝાડો પાતળો થાય છે. વાયુના મેહમાં ઉદાવત થાય છે, ગળું અને હૃદય રોકાય છે, સર્વે રસ ખાવાની રેગીને ઈચ્છા થાય છે, શૂળ મારે છે, ઊંઘ ઊડી જાય છે, પાણીને શેષ પડે છે, સૂકી ઉધરસ અને શ્વાસ ચડે છે.
જે પ્રમેહ રોગીને અન્ન પચે નહિ તે, જે ઉપદ્રવયુક્ત હોય
For Private and Personal Use Only