________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૦૫
ની બાકી રહેલી ઝીણી કસરથી જીવલેણ સંગ્રહણીને રેગ થાય છે. માટે એ બાબત પર ખાસ લક્ષ આપવું. કેલેરાના દરદીને ઝાડા-ઊલટી બંધ થયા બાદ શરીર ગરમ થઈ કેટલીક વખતે પેશાબ તદ્દન બંધ થઈ જાય છે તેને માટે –
લાંપડીનાં બીજ તેલ વા લઈ પથ્થર પર પાણી સાથે ભાંગની માફક વાટી પાંચ રૂપિયાભાર પાણ કરી પાવાથી અરધા કલાકની અંદર પેશાબ છૂટે છે. જે અરધા કલાકમાં અસર નહિ જણાય છે તે જ પ્રમાણે બીજી વાર આપવું, જેથી પેશાબને ખુલાસે થઈ દરદીને આરામ થાય છે.
હાથપગ ઠંડા થઈ ગોટલા ચઢે તે તે રેગીને નં. ૧૭ માં લખ્યા પ્રમાણે લોઢાની ઝીણું સળી દેવતામાં બરોબર ગરમ કરી બંને પગનાં તળિયામાં વચ્ચે વચ્ચે આડો ડામ દેવે જેથી ગેટલા ચઢતા મટી જાય છે.
૩. જાયફળનું તેલ (નંબર ૧૪) પ્રમાણે બનાવી ગેટલા ચઢતા હોય ત્યાં માલિસ કરવું. એ પ્રમાણે કરવાથી ગેટલા ચડતા બંધ થાય છે. ડામની ક્રિયાથી ઠંડા થયેલા પગમાં ગરમી આવી ગોટલાની વ્યાધિ જેમ વખત જાય તેમ ઓછી થતી જાય છે. કોલેરાના દરદીને તૃષા બહુ લાગે છે. માટે તેને નંબર ૧૮ પ્રમાણે પાણી બનાવી આપવું. પાણી તેલા ૮૦ (કફકેપથી થયેલાં દરદમાં સૂંઠ તેલા રા નાખવી) અજમો તેલા રા અધકચરે ખાંડી કપડામાં પિટલી બાંધી ઘી પાણીમાં નાખી પાણીનું આધણની પેઠે સારી રીતે ગરમ કરવું. જ્યારે બાબર ખળખળતું પાણી થાય ત્યારે ઉતારી તેને ઠંડું પડવા દેવું. તેમાંથી જ્યારે તરસ લાગે ત્યારે પીવા આપવું. દિવસનું ઉકાળેલું દિવસે અને રાતનું ઉકાળેલું રાત્રે પીવા આપવું. આવી રીતે તૈયાર કરેલું પાણી કેલેરાના દરદીને આપવાથી ઘણેજ સારે ફાયદો થાય છે.
For Private and Personal Use Only