________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩૩
સ્વાંગશીતળ થયું, ત્યારે શીશી ફેડી તેના મુખ ઉપર વળગેલું શિલાસિંદૂર કાઢી તેલ કરતાં ૬૦ તોલા નીકળ્યું.
શિલાસિંદૂર ગુટિકા-શિલાસિંદૂર તેલા ૨૦, આમળાં તેલા ૧૦ અને બાવચી (અવલનું જ) તોલા ૧૦ એ બેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, શિલાસિંદૂરને ત્રણ દિવસ ભાંગરાના રસમાં ઘૂંટી, તે પછી થોડું થોડું ઘૂટતાં ૨૦ તેલા ચૂર્ણ મેળવી દીધું. તે પછી આમળાં શેર ૧ અને બાવચી શેર ૧ ને ખાંડી, ૧૨ શેર પાણીમાં ઉકાળી ના શેર પાણી બાકી રહ્યું, તેના વડે શિલાસિંદૂરને એક પટ આપે. એવી રીતે આમળાં અને બાવચીના જુદે જુદે વખતે નવા નવા ઉકાળા કરી પાંચ પટ આપ્યા. પછી તેની વટાણુ જેવડી ગોળી બનાવી. શિલાસિંદુર કુષ્ઠરોગ માટે ઘણું સારું કામ બજાવે છે તથા મેદરોગને માટે પ્રખ્યાત છે, એવું લાલા શ્યામસુંદરાચાચે લખેલું છે; પણ અમને કુષ્ઠરોગ પર વાપરવાનો વખત મળ્યો નથી. પરંતુ મેદરેગ એટલે ચરબીથી ફૂલી ગયેલા દર્દીઓ કે જેમને છાતીમાં બહુ ગભરામણ થાય, શરીર પાણી પાણી થઈ જાય અને કઈ વાતે ચેન પડે નહિ, એવા રોગીને આપવાથી ઘણે ફાયદો થયેલ છે. અમે ધારીએ છીએ કે, કુષ્ઠરોગ અથવા ચામડીનાં તમામ દદ માટે તથા કંઠમાળ, અપચિ, અબુદ અને ગલગંડ જેવા રોગને પિગળાવી નાખવાના ગુણ એનામાં છે. મેદરોગવાળાને મેદને વધારનારી એટલે ઘી, ખાંડ, દહીં અને બીજી અભિગંદી વસ્તુઓની પરેજી કરાવવી. આ સિંદૂર ઉપર તેલ, ખટાશ અને મરચું ખાવાથી કાંઈ નુકસાન થતું નથી. શિલાસિંદૂરની ગોળી એકેક વખતે અકેક કરતાં વધારે આપવી નહિ. આખા દિવસમાં ત્રણ ગેળી કરતાં વધારે આપવામાં આવે છે, તે રોગીની ભૂખ ઓછી કરી નાખે છે. પણ આખા દિવસમાં ૩ અથવા ૨ ગોળી આપવાથી ભૂખ લગાડે છે, ખાધું પચાવે છે, દસ્ત સાફ લાવે છે અને
For Private and Personal Use Only