________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ,
ધન ને મારણ
૯૯૯
-
-
-
કપડમટ્ટી કરી ગજપુટ આપવો. પછી આકડાના દૂધમાં ખરલ કરી ગજપુટ આપ, જેથી ગુલાબી રંગની ઉત્તમ ભસ્મ થાય છે.
સાતમી વિધિઃ-આમળાં તેલ ૧૦ અને અમે તેલા ૫ એ બન્નેને જુદાં જુદાં બારીક વાટી, એક છાણા ઉપર પ્રથમ આ મળાને ભૂકે પાથરી ઉપર અભ્રક મૂકી ઉપર આમળાંને ભૂકે પાથરી અજમાને ભૂકે પાથરે. એ પ્રમાણે પતરા અને ચૂર્ણને થર કરી પછી ઉપર છાણું ઢાંકી બે ટેપલા છાણને અગ્નિ આપવાથી ભસ્મ તૈયાર થાય છે.
હરતાલ ધન-મારણુ-હરતાલની એક કપડામાં પોટલી બાંધી એક વાસણમાં કાંજી ભરી દેલાયંત્રથી એક પહોર પકાવવી. તે પ્રમાણે કેળાના રસમાં, તલના તેલમાં તથા કળીચૂનાના પાણીમાં પકવવું. એ દરેકમાં હરતાલને બાફી ગરમ પાણીમાં ધોઈ લેવી, જેથી શુદ્ધ થાય છે. - ભસ્મવિધિ-હરતાલને કુંવારના રસમાં ત્રણ દિવસ ખૂબ ખરલ કરી ટીકડી વાળી સૂકવવી. પછી પીપળાનાં છોડાંની ભસ્મ કરી એક માટલું લઈ અરધું માટલું રાખ ખૂબ દાબીને ભરી કેળનાં પાનમાં ટીકડીઓને લપેટી મૂકી ઉપર બીજી રાખ આસ્તે આસ્તે દાબી દેવી. પછી ચૂલે ચડાવી પાંચ અહોરાત્ર સુધી અગ્નિ આપવાથી ચંદ્રિકા જેવી ભસ્મ થાય છે.
બીજી વિધિ -હરતાલને ગળજીભીના રસમાં પલાળવી અને બીજે દિવસે વાસી રસ કાઢી નાખી બીજે નો તાજો રસ નાખો. એ પ્રમાણે દશ દિવસ કરી પછી એક ઠીબમાં ચૂલે ચડાવી તેમાં ગળજીભીને રસ છેડે થેડે નાખ્યા કરે. રસ રેડતાં હરતાલને ઉઘાડી થવા દેવી નહિ. પછી હરતાલ કાઢી સૂકવી ખા ખરાની રાખમાં ઉપર પ્રમાણે ચાર પહેર સુધી અગ્નિ આપવાથી ભરૂમ તૈયાર થાય છે,
For Private and Personal Use Only