________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૯૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
મધ અને માખણ મેળવી આપવાથી બાળકની ઉધરસ મટે છે.
૩. અતિવિષ, નાગરમોથ અને જવખાર એ ત્રણે સમભાગે લઈ મધ સાથે આપવાથી બાળકની ઉધરસ મટે છે.
–જેથી રામકૃષ્ણ રેવાશંકર-જાદર ૧. ભરાઈ ગયા ઉપર-કરિયાતું તથા વાવડિંગને કવાથ કરી પાવે, નેવળીનું બંધાણ બાંધવું તથા તેનું જ પાણી જરા પાવું અથવા ચકલાંની અઘાર પાવી અથવા કેશર પાવું તથા બંને પાંસળીઓ ઉપર કેશરને ખરડ કરો અને હલકો રેચ આપ, જેથી ઉપદ્રવ મટે છે.
૨. ખાંસી માટે કાયફળ અને વાવડિંગને કવાથ પા. અથવા કાકડાશિંગી, અતિવિષ અને પીપર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી વાટી મધમાં આપવું અથવા ટંકણખાર ફુલાવેલે દૂધમાં આપવાથી આંચકી મટે છે.
૩તાવ તથા ઉધરસ માટે -કાકડાશિંગી, પીપર અને અતિવિષની કળી એ ત્રણેનું ચૂર્ણ કરી, જે બહુ ઉધરસ હોય તો પાણીમાં અને તાવ હોય તો મધમાં તથા શ્વાસમાં અરડૂસાને રસ સાથે આપવાથી મટે છે.
૪. ગળું પડયું હોય તો –ઉમરડાનું દૂધ બાળકના તાળવાના ખાડા ઉપર ચોપડવું અથવા રાળની થેપલી મારવાથી પણ મટે છે.
–વૈધ ભૂરાભાઈ ઓધવજી-ભાદરોડ ૧. આંચકી તથા વરાધ માટે -બેંગડાની મીંજ (કાઠિ. યાવાડમાં એને ઈગેરિયા કહે છે) તથા વીસનગરી હળદર એ બન્નેને સમભાગે લઈ છ કલાક સુધી બરાબર ઘુંટી, બાળકને
For Private and Personal Use Only