________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
ગુલાબજળમાં નાખી, હલાવી એક દિવસ ઠરવા દઈ પ્લેટિંગ પેપરની વગર કાણાની ગરણી બનાવી દવા ગોળી સવારસાંજ બબ્બે ટીપાં આંખમાં નાખવાથી દુઃખવા આવેલી આંખ, ફૂલ, છારી વગેરેને મટાડે છે.
–વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઈ સુરત ૧. નેત્રરોગના ઉપાયઃ-આંખ દુખવા આવી હોય તે બકરીના દૂધનાં પિતાં મૂકવાં, આંખમાં જરા મધ આંજવું, ગુલાબજળના પિતાં મૂકવાં તથા ટીપાં પાડવાં.
૨. ટંકણખાર પુલાવેલ તથા ફટકડી ફુલાવેલી એ બન્ને એકેક ચોખાભાર તથા પાણી તલા રા મેળવી તેનાં ટીપાં આંખમાં મૂકવાં. ફુલાવેલ ટંકણખારનાં બનાવેલ ટીપાં આંખમાં મૂકવાથી ઠંડક વળે છે અને ઘણું ફાયદો થાય છે. ફુલાવેલ ટંકણખા૨નું બેરિક એસિડ બને છે, જે આંખનાં તમામ દરદ, ચાંદાં તથા જખમ દેવાને તેને લોશન બને છે, તેના જેવા જ ગુણ ફુલાવેલ ટંકણખારમાં કરે છે.
૩. આવળનાં ફૂલ લાવી વાટી આંખે બાંધવાં. આંખની પાં પણ ઉપર રસવંતી તથા અફીણ ચોપડવાં, ખસખસના દોડવાને શેક કરે, ફૂલા ઉપર સાબરશિગું ઘસીને ચોપડવું, પાંપણને ખીલ ઉપર તથા તાપેલિયા ઉપર કુલાવેલ ટંકણખારની ભૂકી દાબવી, પાણી અથવા ગુલાબજળમાં મેળવી ટીપાં મૂકવાં.
–વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. આંખોની ગરમી-જીરું શેર ના બારીક વાટવું, સાકર શેર બા, બારીક વાટવી તેને ઘી શેર ૧ માં મેળવી કાચના વાસણમાં ભરી મેટું બંધ કરી, પંદર દિવસ સુધી અનાજના ઢગ
For Private and Personal Use Only