________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તેને ગુદભ્રંશ કહે છે. બળતરાયુત કેર પર લાલ અને જેના ઉપરની ચામડી પાકી ગયેલી હોય એવી કડુયુક્ત તથા તીવ્ર વેદનાયુક્ત જે સેજે અથવા વૃણ થાય છે, તેને સુકરદ કહે છે. એ પ્રમાણે આયુર્વેદાચાર્યોએ પિતાના જમાનામાં થતા તેતાળીશ રેગેનું વર્ણન કર્યું છેપરંતુ શારંગધરાચાર્યે ભુગના સાઠ પ્રકાર લખેલા છે. એટલે ઝીણાં ઝીણાં સહજ કારણથી ઉત્પન્ન થતા શુદ્રરેગનું વર્ણન કરતાં પાર આવે એમ નહિ હોવાથી, મુખ્ય મુખ્ય બાબતોને તપાસી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એ ઉપરથી આપણને સમજાશે કે, હાલમાં ચાલતી શસ્ત્રક્રિયાની વિદ્યા (સર્જરી) તરફ આયુર્વેદના આચાર્યોએ ધ્યાન આપવાનું બાકી રાખેલું નથી. એટલે કહી શકાય કે, આયુર્વેદ શસ્ત્રક્રિયાના કામમાં અપૂર્ણતા બતાવતું નથી, પણ તે પૂર્ણ પણે અનુભવ સાથે રચાથેલે છે, એ વાત નિર્વિવાદ છે.
તમામ મુદ્રમાં બનફસાને બે આનીભાર મૂકે પાણીમાં વાટી જરા સાકર નાખી દિવસમાં બે વાર પાવે. અથવા સુવર્ણ માલિકભસ્મ એક રતીથી એક વાત જેટલી દિવસમાં બે વાર મધમાં ચટાડવી. સુવર્ણ માક્ષિકભસ્મથી બહારનાં અને ભીતરનાં વહેતાં પરુવાળાં ચાંદાં ઝાઈ જાય છે. અથવા ગંધક શેર એક લઈ, દૂધ શેર પાંચને એક તપેલીમાં મૂકી તેના પર કપડું બાંધી, તે કપડા પર ગંધક વાટીને પાથરી, તેના ઉપર લોખંડને તે તપેલીના મુખ જેવડો ઢાંકીને તેને સાંધે ઘઉંની કણકથી બંધ કરી લેવું. તે પછી તવા ઉપર કયલાને તાપ કરે જેથી ગંધક ગળીને દૂધમાં પડશે. તેને દૂધમાંથી કાઢી ગરમ પાણીથી ધોઈ લે. એવી રીતે ગંધકને સાત વખત દૂધમાં પિગળાવ. તે દરેક વખતે દૂધ જુદુ જુદુ લેવું. દૂધને ફેંકી દેવું નહિ, પણ એકઠું કરી રાખવું. સાત વખત પકાવેલા ગંધકને બારીક વાટી તેમાંથી
For Private and Personal Use Only