________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ-ફિરંગરોગ અને તેના ઉપદ્રવ
૮૫૫
પાંગળાપણું, ફેચાપણું વગેરે દેખાતા વાયુનાં લક્ષણોવાળા પણ ગરમીના રોગો થાય છે. એ પ્રમાણે એવા રે વંશપરંપરા ઊતરતાં ઊતરતાં છેવટે સુન્નબહેરી, વાતરક્ત, રક્તપિત્ત, (પતના રોગીને) જન્મ આપી, જ્યારે કુદરત તેના વંશને અટકાવ કરે ત્યારેજ એ રોગ અટકે છે. ઘણા રેગીઓ કે જેમને પાછલા પ્રકરણમાં ગલગંડ, અપચિથી માંડીને વિધિ અને પ્રમેહપિટિકાની ગાંઠેના વર્ણન કર્યા પ્રમાણેના રોગનું મૂળ ઉત્પત્તિસ્થાન પિતે ઉત્પન્ન કરેલા અથવા વારસામાં મેળવેલા ફિરંગરોગનું જ કારણ છે, એવું સમજવામાં આવ્યું છે. એટલા માટે ઉપદંશ—ફિરંગરોગ કે ફિરંગરે ગીથી ઉત્પન્ન થયેલા તેના પુત્ર, પૌત્ર કે પ્રપૌત્રને જાણીને શરૂઆતથીજ તેને લઘુમંજીષ્ઠાદિ કવાથ સાથે પચ્યાગૂગળ, કિશગૂગળ કે અમૃતાદિ ગૂગળનું સેવન કરાવવું. અને જો ફિરંગરેગ ગાંઠના રૂપમાં આવી ચૂક્યું હોય, તે તેને ધ્યાગૂગળ અથવા કંચનાર ગૂગળ, મંજીષ્ઠાદિ કવાથ સાથે દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી બાર માસ સુધી ખવડાવી. મંજીષ્ઠાદિ કવાથ ઉકાળી મૂકેલે બગડી જાય છે, અને આ ચાલુ જમાનામાં ઉકાળવાની કડાકૂટ બની શકતી નથી. છતાં એ કવાથ બાર મહિના સુધી પીવાન હોવાથી રેગી કંટાળી જાય છે. એટલા માટે લઘુમંજીષ્ઠાદિ કવાથનાં દરેક વસાણાં ચાર ચાર તેલા લઈને તેને એક માટીના અથવા કાચના વાસણમાં દશ શેર પાણી ભરી પલાળી દેવાં. પછી તેના મેં ઉપર ઢાંકણું ઢાંકી, કપડાથી તેનું મો બંધ કરી તેને છાપરા પર, અગાસીમાં કે તડકે ગોઠવી રાખવું. તેમાંથી કપડે ગાળીને દરરોજ અર્થે શેર અથવા પંદર તેલાને આશરે પાણી કાઢી લઈ, તેટલું જ બીજું પાણી તે વાસણમાં ઉમેરી તેનું મોઢું બાંધી લેવું અને ગાળી લીધેલા ઉકાળાને એક શીશીમાં ભરી, દરેક વખતે પાંચ પાંચ તોલા પાણી દિવસમાં ત્રણ વાર દવાની ગોળીઓ સાથે પીવું. જે ફિરંગરોગ
For Private and Personal Use Only