________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશફિરંગરેગ અને તેને ઉપદ્રવ
૮૫૩
-
-
-
જોઈએ કે, આગંતુક રોગ પ્રથમ ઉત્પન્ન થઈ પાછળથી તેમાં દોષ મળે છે, એટલા માટે જે જે દોષનું ઉલવણ વધારે જણાતું હોય, તે તે દેષનું પ્રધાન લક્ષણ જોઈને તેની ચિકિત્સા કરવી. ફિરંગ રોગ અંદરન, બહારને અને અંદર તથા બહાર બેઉ પ્રકારનો એ રીતે ત્રણ પ્રકારને બને છે. બહારનો ફિરંગ વિસ્ફોટકના જે થાય છે, ડી પીડા થાય છે અને ભીતરને ફિરંગ સાંધા ઓમાં થાય છે તે આમ વાયુ જેવી પીડા કરે છે અને તેમાં જે લાવે છે. ત્રીજા પ્રકારના ફિરંગમાં બેઉ પ્રકારનાં લક્ષણે થાય છે. ફિરંગરેગમાં કૃશતા, બળને નાશ, નાકનું બેસી જવું, અગ્નિમંદતા, હાડકામાં શેષ અને હાડકાંનું વાંકાચૂંકા થઈ જવું, એટલા ઉપદ્રવ થાય છે. બહારને ફિરંગ સાધ્ય છે, ભીતરને કષ્ટસાય છે અને બહાર તથા ભીતરને ઉપદ્રવયુક્ત હોય તે અસા. ધ્ય છે. ફિરંગરોગ એટલે ટાંકી જેને અંગ્રેજીમાં સિફિલિસ કહે છે તે જાણ. - હાલમાં તે તેનું નામ માત્ર ફિરંગરેગ રહ્યું છે એટલુંજ; બાકી ઘણાં વર્ષના સંસર્ગથી એ રોગનાં બીજ એવાં વવાયાં છે કે, ગૃહસ્થ અને ગૃહસ્થ સ્ત્રીઓ, વેશ્યાઓ અને વેશ્યાગામીઓમાં સર્વત્ર પરસ્પરના સંબંધને લીધે, એકબીજાના ચેપથી આખા દેશમાં તે ફેલાઈ ગયો છે. એટલે આ રોગ આપણા દેશનેજ મૂળ વતની હોય એવું જણાય છે. ફિરંગરેગની ચિકિત્સા કરવામાં જ્યારે નિદાનશાસ્ત્રના કાયદા પ્રમાણે
कश्चिद्धि रोगो रोगस्य हेतुर्भूत्वा प्रशाम्यति ।
न प्रशाम्यति चाप्यन्यो हेत्वर्थ कुरुतेऽपिच ॥ અર્થાત કેટલાક રોગો એવા છે કે, બીજા રોગના હેતુ એટલે કારણ થઈને પિતે છુપાઈ જાય છે અને કેટલાક એવા છે કે, બીજા
For Private and Personal Use Only