________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્રય વિન અને અનુભવ વિના અકળાય છે, મૂંઝાય છે, છતાં પોતાના પૂર્વ જન્મના સંસ્કારને લીધે, જે વૈધકનો ધંધો કરે છે, તેમની અવહેલના નહિ કરતાં જે તેમને યોગ્ય ઉત્તેજન, સહાય, સગવડ કે અનુભવી ભાર્ગ બતાવી આપીએ તે તેઓ ઘણું સારા વૈદો બની શકે એમ છે.
વૈદ્યકને ધંધો શીખનારને રોગ પારખતાં, વસાણાં ઓળખતાં, દવાઓ બનાવતાં, દવાઓ આપતાં અને દવાઓનાં પરિણામ જાણતાં શીખવાની ખાસ જરૂર છે. પણ વર્તમાનકાળની પઠન પદ્ધતિ એવી નથી કે પાંચદશ વર્ષ કોઈ પણ સંસ્થામાં વિદ્યાભ્યાસ કરેલ વિદ્યાથી વૈદ્યકની સંપૂર્ણ કળા શીખીને બહાર પડે ! હાલની પઠનપદ્ધતિ પ્રમાણે તો અમુક અમુક ગ્રંથોનાં અમુક પાનાં કે અધ્યાય શીખવ્યા, અમુક દવાની બનાવટ જાણી, પરીક્ષામાં પાસ થયા કે વૈદ્યરાજ બની ગયા ! જો કે પાસ થતાં સુધી વિદ્યાભ્યાસ કરતાં તો મનમાં ઘણો ઉમંગ રહે છે અને હવામાં કિલ્લા બાંધે છે કે, હવે આપણે સંપૂર્ણ વૈદ્ય બની ગયા ! પણ જ્યારે દવાખાનું ખોલે અને પૂર્ણ ભભકામાં દુકાને બેસે ત્યારે જ સમજાય કે સ્કૂલની પરીક્ષામાં અને જગતની પરીક્ષામાં ઘણું અંતર છે. આપણે એક દાખલો લઈએ કે જાણે એક વિદ્યાથીએ ગુટિકાધિકારને અભ્યાસ કર્યો છે. તે વખતે તે તેને એમ જણાય કે હવે મારે હાથે હું કોઈ પણ રોગને મટાડી શકીશ, કેમકે તેણે તે ગોખેલું છે કે, “ક ત્રિપણે કવરે. નૂતને મદ્રાસ્ટેરોને જ ગુના મામ્ એટલે કોઈ પણ જાતના તાવ, સન્નિપાત અને મહાન લેમરોગમાં આ સૂતરાજ મૃતપ્રાણદાયી રસ આપીશું કે બેડે પાર ! પણ જેણે સુતરાજ બના વવા માટેનાં વસાણાં ઓળખ્યાં નથી, પારાગંધકની શુદ્ધિ ગુરુને ત્યાં જોઈ નથી, કયું વસાણું કેમ ખાંડવું, વાટવું કે કેટલું ઝીણું કરી કેમ મેળવવું; ઔષધને રસના પટ કેમ આપવા, પટ ક્યારે આપવા અને તે અપાયા કે કેમ? અને ખરલ કેમ કરવી; ગોળી વાળવા જેવું કયારે થયું, ગળી કેમ વાળવી અને તૈયાર થયા પછી તે ગાળી કયા તાવમાં, કયા સન્નિપાતમાં, કેવી અવસ્થામાં કેટલી આપવી, તેના જ્ઞાન વિના માત્ર ભણીને પાસ થયેલાને કેટલી મૂંઝવણ થાય છે તે તો
For Private and Personal Use Only