________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયરેગ
૬૩
-
-
-
-
-
-
મેળવી ખવડાવવું જોઇતી પરેજી પળાવવી, છતાં ગરમી જણાય છે. બાવચી, ધાણુ, સોનામુખી અને છેડે ગંધક મેળવી ફકાવવું, જેથી ત્રણ દિવસમાં ગરમી બેસી જશે. શરીર પર બાવચીને શું દે, થોડા દિવસમાં લકવામાં ફેર જણાશે. એ ચાળીસ દિવસમાં તે સારું થઈ જશે. આ દવાથી સહેજ પેટમાં દુખાવે થાય છે તે સંભાળી લેવું. લકવાવાળાને પ્રથમ ઝાડો સાફ લાવે અને પછી આ દવા શરૂ કરવી. 1. ૨.ભિલામાંનું તેલ -ભિલામાંતેલા ૪૦,માલકાંકણી તેલા ૨૦, બેરજી તેલા ૧૦, રાળ તેલા પ એ સર્વને એક હાંડલામાં ભરી પાતાળયંત્રથી તેલ કાઢી તે તેલને ચૂલા ઉપર મૂકી ઘાટું કરી, તેમાં પાંચ તેલા રાળ તથા સોમલ તેલ એક ખૂબ બારીક વાટી મેળવે અને થોડું ગરમ કરી ઉતારી લેવું. આ તેલ ખાસ કરીને દમ, પક્ષાઘાત, ખાંસી, સંધિવા વગેરે મટાડે છે. શક્તિ તથા મરદાઈ લાવે છે. એ સઘળા શરદીના રેગો ઉપર અકસીર છે.
૩. મલમ -કલઈ સફેદ, મીણ, ચીનીકપૂર એ દરેક નવટાંક, બદામનું તેલ શેર છે, બરાસકપૂર તેલ ૧ લઈ તેલ અને મીણ ગરમ કરી એકરસ કરી તુરત ઉતારી સઘળું ખરલ કરી મેળવી દેવું એટલે મલમ તૈયાર થઈ જશે. આ મલમ સઘળી જાતના જખમ રૂઝાવે છે. ગરમીના ફલ્લા, ટાંકીના જખમ નાસૂર વગેરે પર અકસીર છે. અને ઝરતાં ખરજવાં પણ સારાં થાય છે.
૪. લેપ –આંબાહળદર, લેધર, એળિયો, બળ, શેરીલબાન, સાજીખાર, ગૂગળ એ સર્વ સમભાગે લઈ દારૂમાં ખદખદાવી ગરમ ગરમ લેપ કર. દરદ ગરમીવાળું હોય તે એજ વજનથી અંદર કપૂર મેળવી લેપ કરે. આ લેપ સઘળી જાતના વાયુ તથા દુખાવા ઉપર અકસીર છે.
For Private and Personal Use Only