________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
ની ગળી તડકે સૂકવી શકાય છે અને આ અમૃતાદિ ગૂગળની ગળી તડકે સૂકવવાથી નરમ થતી જાય છે, એટલા માટે એ ગોળીને તડકે નહિ સૂકવતાં છાંયામાં સૂકવવી. જો કે એ ગૂગળને ખાવાનું પ્રમાણુ એક તેલાનું લખેલું છે, પણ એક તેલે ખાઈ શકાતું નથી. પરંતુ ઉપર લખ્યા પ્રમાણેની ગોળી એકેક અથવા બબ્બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી સંધિવા, વિસ્ફ ટક, પ્રમેહ, લકે વગેરે વાયુનાં દર્દો કે જેમનું મૂળ ઉત્પત્તિસ્થાન ગરમીમાંથી હેાય છે, તેના ઉપર બહુ સારી અસર કરે છે. પરંતુ એ ગોળી ખાવાથી કેટલાક રોગીને પાતળા ઝાડા થાય છે અને કેટલાકને પેટમાં બહુ દુખે છે, તેટલા માટે એ ગોળી ધ્યાન પહોંચાડીને આપવાની છે. જે ઉપદ્રવ કરે તે માત્રા ઓછી કરીનાખવી.
કિશોર ગૂગળ-હરડાં, બહેડાં, આમળાં, ગળો એ ચાર વસ્તુ પાંચ પાંચ શેર લઈ ડી ખાંડી, લોખંડના કડાયામાં આઠ મણ પાણી મૂકી ઉકાળી બે મણ પાણી રહે ત્યારે ગૂગળ શેર પાંચ લઈ તેને પાણીમાં એક દિવસ પલાળી રાખી, બીજે દિવસે ઉકાળી તે પાણી પેલા ઉકાળામાં મેળવવું એટલે ગૂગળમાંનું મટેડું, કાંકરી વગેરે જુદાં પડી જશે. પછી તે બેઉ ઉકાળાને ભેગા મેળવી ચૂલે ચડાવી, તેમાં હરડાં, બહેડાં, આમળાંને ગળો એ ચાર ઔષધ દશ તેલા અને સૂંઠ, મરી, પીપર એ ત્રણે ઔષધ પાંચ પાંચ તેલા, વાયવડિંગ આઠ તેલા, દાંતીનાં મૂળ ચાર તોલા અને નસેતર ચાર તેલા એ સર્વેને લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાકમાં મેળવી, આગળ બતાવેલી ગળી પ્રમાણે અરીઠાની મીજ જેવડી ગળી વાળી, તે ગોળી દિવસમાં ત્રણ વખત બબ્બે આપવાથી વાયુના તથા ગરમીના ઘણા રોગને મટાડે છે. પરંતુ માથાના દુખાવાના લાંબા કાળના રાગ ઉપર એટલે ઝામરવાયુ, માથાનું શૂળ, માથું પોચું પડી જાય છે તે, અને માથાને હાથ અડકાડી શકાતો ન હોય
For Private and Personal Use Only