________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ચિકિત્સાશાસ્ત્રમાં જેગરાજ ગૂગળના જે પાઠે લખેલા છે, તે કરતાં આ ગરાજને પાઠ નવી રીતે જ ગઠવેલ છે.
વાતનાશન ગૂગળ-ગૂગળ તેલા પાંચ, બેળ તેલા પાંચ અને હિંગળક તોલા પાંચ એને ઘીને હાથ દઈ ખૂબ ખાંડી અરીઠાની મીજ જેવડી ગળી વાળવી. એ ગાળી એકેકી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ગળવાથી વાયુના તમામ વિકારને મટાડે છે. તેમાં ખાસ કરીને કમરને અને બરડાની કરેડને દુખા તથા કળતરને જરૂર મટાડે છે. - પુનરનવાદિ ગુગળઃ–પેળી સાડીનાં મૂળ શેર દશ, દિવેલાનાં મૂળ શેર દશ અને સૂંઠ શેર દેઢ, એ સર્વને થોડું
ડું ખાંડીને આઠ મણ પાણીમાં ઉકાળવું. જ્યારે એક મણ પાણી બાકી રહે ત્યારે તે ઉકાળાને કપડાથી ગાળી લઈ, તે ઉકાળામાં ચાર શેર ગૂગળ નાખીને પકાવે અને જ્યારે પાકી રહે ત્યારે સેળ તેલા એરંડિયું, નસેતર વીશ તેલા, નેપાળે ચાર તેલા, ગળે દશ તેલા, હરડેદળ ચાર તેલા, બહેડાંદળ ચાર તેલા, આમળા ચાર તેલા, સૂઠ ચાર તેલા, મરી ચાર તેલા, પીપર ચાર તોલા, ચિત્ર ચાર તેલા, સિંધવ ચાર તેલા, ભિલામાં બાર તેલા, વાવડિંગ ચાર તોલા, સુવર્ણ માક્ષિક ભસ્મ એક તેલ અને સાડી એક તોલે મેળવીને પાક કરવે. જ્યારે બરાબર પાક તૈયાર થાય ત્યારે નીચું ઉતારી, ઠંડું પડયા પછી એક તેલ નિત્ર ખાય તે, વાતરક્ત, સાત પ્રકારની વૃદ્ધિ, ગૃધ્રસી, જાંઘ, ઉરુ, પુષ્ટ, ત્રિક અને બસ્તીમાં થયેલા વાયુના વિકારને મટાડે છે અને મેટા આમવાયુને મટાડે છે, એવું ભાવપ્રકાશમાં લખેલું છે. પણ એરંડિયું તેલ નાખવાથી ગોળી વળતી નથી, તેથી અમે એરંડીની મીજ નાખીએ છીએ અને એક તેલ ખાવાનું પ્રમાણ
For Private and Personal Use Only