________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૬
શ્રીઆયુવેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૪-માસ્તરે નરભેરામ હરજીવન–નવાગામ ઊલટી માટે-મકાઈના ડોડામાંથી દાણા કાઢી નાખી તે ડેડાને બાળી રાખ કરવી, તથા સોપારી બાળી રાખ કરી સમભાગે મેળવી, મધમાં ચાટવાથી ઊલટી મટે છે.
પ-માસ્તર લલુભાઈ નાથાભાઈ-ભાર ઊલટી માટે -લવિંગ, બીલાં, એલચી, તજ, જાયફળ, કેશર જાવંત્રી,બેરના ઠળિયાની મીજ, વડની કૂણી વડવાઈ ને બાળેલી સેપારી લઈ, કેશર સિવાય બધી ચીજો સમભાગે લેવી. કેશર સોળમાં ભાગે લેવું અને સાકર બધાના વજન જેટલી લેવી. સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં કૂણી લાલ રંગની કંબઈની ડૂક મેળવી, ખૂબ ખરલ કરી ચણા જેવડી ગળી વાળી, અડધા તોલા મધમાં એક ગોળી ચાટવાથી ગમે તે પ્રકારની ઊલટી મટી જાય છે, એમાં કાંઈ પણ શક નથી. પરંતુ ગોળી ખાઈ ઉપર તરતજ ચોખાની ખીચડી ઠંડી પડેથી માંહે મધ નાખીને ખાવી. આ ઉપાયથી ગમે તેવા ઊલટીઝાડા મટી જાય છે.
૬-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ–બાવળા ઊલટી માટે -આંબાની કૂંપળો તેલ ૧, જાંબુની કંપળે તેલ ૧, બંનેને પાણીમાં અષ્ટાવશેષ કવાથ કરી તેમાં શેકેલા
ખાની ધાણીનું ચૂર્ણ લે ૧ મેળવી, મધ તેલ ૧ નાખી વાર. વાર કલાકે કલાકે ચાટવાથી સઘળી જાતની ઊલટી, અતિસાર તથા છાતીને દાહ મટે છે. આ ઉપાય રામબાણ છે.
ઉ–વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર ઉલટી માટે-મકાઈનું ખાલી કણસલું બાળી, રાખ કરી વાલા દઢ વાલ મધ સાથે ચાટવાથી ઊલટી તત્કાળ બંધ થાય છે.
For Private and Personal Use Only