________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પીપર, વજ, મરી અને નાગબલા એ ઔષધેને બારીક વાટી ધંતૂરાને રસ તથા ભાંગરાને રસ એ બંનેમાં ત્રણ ત્રણ દિવસ ઘૂંટી, મરી પ્રમાણે ગેળીઓ વાળી, રોગ અને વયને પ્રમાણમાં ટેકે ૧ થી ૨ ગોળી આપવાથી શ્વાસયુક્ત કફને નાશ થાય છે.
૪૩–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરાડ ૧.દમ માટે -શ્વાસકુઠારરસ તુલસીનાં પાનના રસમાં આપે. ૨.કેરડાનાં મૂળને રસ પાતાલમંત્રથી કાઢી પાણી નાખી પા. ૩. ચણાને ખાર અને લિમિટનાં ફૂલ એકત્ર કરી આપવાં.
૪. શ્વાસકુઠાર રસ, આનંદભૈરવ રસ, પીપર, કુલાવેલ ટેકણ, પીપરીમૂળ અને રાતી લોહભસ્મ એ સર્વે મેળવી મધમાં ચાટવાથી શરૂ થતે દમ નાબૂદ થાય છે.
જ-વૈદ્ય ચૂનીલાલ જયકિશનદાસ ચટપટ-સુરત
હરતાલભસ્મ સફેદ-પ્રથમ ઇંડાનાં છેડા સુકાવી ખાંડી બારીક કરી ૨૦ તેલા વજને લેવાં. બેયરીંગણીનું પંચાંગ સુકાવી ખાંડી બારીક કરી ૨૦ તેલ લેવું. બાદ બંનેને ખરલમાં નાખી ઘી-કુવારના રસથી ખૂબ ખલ કરી લૂગદી બનાવી તેમાં હરતાલ વરખી તેલા બે મૂકી, (એ હરતાલને એકવીસ દિવસ આકડાના દૂધમાં પલાળીને પછી કામમાં લેવી) એ ગેળાની ઉપર ત્રણ કપડમટ્ટી કરી, સૂકવી હાથના થાપેલાં છાણાં શેર ૭ લઈ તેમાં ગેળો મૂકી સળગાવી સ્વાંગશીત થયે કાઢી લેવી. આથી સફેદ રંગની તથા વજનમાં પૂરી હડતાલભસ્મ તૈયાર થશે તેને બારીક ખલી, એક ચોખાપૂરની માત્રા સવાર-સાંજ પાન પર જરા કાળે લગાડી તે પર દવા મૂકી ખવડાવવાથી, જૂનામાં જૂને દમ ત્રણ અઠવાડિયામાં મટી જશે. પરેજી-તેલ, મરચું, ખટાશ વગેરે બિલકુલ ખાવું નહિ,
For Private and Personal Use Only