________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૪-વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરેડ
૧. લવિંગ ટાંક ૨, મરી ટાંક ૨, બહેડાં ટાંક ૭ તથા જાયફળ, સુંઠ, તજ, એલચી, હિંગ, ચિનીકબાલા, ખેરસાર ખેરાસાની વજ અને કાકડાશિંગ એ દરેક એકેક ટાંક લઈ ચૂર્ણ કરી પાનના રસમાં ચાર જેવડી ગોળી કરી દિવસમાં ત્રણ વખત એકેક ગોળી ઠંડા પાણીમાં આપવાથી ઉધરસ તથા ક્ષય મટે છે.
૨, છ વરસની જૂની ખાંસી -સૂંઠ, મરી, લવિંગ, આંબાહળદર, ખોરાસાની અજમે, વડાગરું મીઠું એ દરેક એકેક તાલે તથા અફીણ લે છે, એ સર્વને વસ્ત્રગાળ કરી, આકડાનાં ફૂલ નાં રડાં કાઢી ઉપલા ચૂર્ણમાં મેળવી એકરસ કરી, તેની વટાણા જેવડી ગોળી કરી એકેક ગોળી સવારસાંજ આખી ગળી જવી, પણ ઉપર પાણી પીવું નહિ. આ ગેળીથી સાધારણ ઉધરસ મટે છે, એટલું જ નહિ પણ લાંબા વખતની હઠીલી ઉધરસ પણ મટે છે. - ૧પ-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ–સુરત
કાશાદિ ગુટિકા-ગાવાજબાન, ભારંગી, કાયફળ, પાનની જડ, અરડૂસ, ગેતરીનાં પાતરાં, હરડેદળ, ખેરાલ, પીપરીમૂળ, સિંધવ અને સંચળ એ દરેક એકેક તેલ તથા એલચી તેલા બે અને દેઢ શેર કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી, તેમાં બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી, એકરસ થાય એટલે ચણીબોર જેવડી ગોળીઓ વાળી આપવાથી કાસ, ક્ષય, ઉરઃક્ષત, શ્વાસ, સ્વરભંગ, તૃષા અને હૃદયરોગ વગેરે તમામને મટાડે છે.
–વૈધ સ્થનાથસિંગ ગયાદીન-સુરત બહેડાદિ ચૂર્ણ બહેડાં તેલા ૮, કુલીજન તોલા ૨, મરી તેલ ૨, પીપર તેલા ૨, જાવંત્રી તોલે , જેઠીમધ તેલા ૨, અરડૂસે તેલા ૩, ટંકણ ફુલાવેલ તેલા ૨, વાંસકપૂર તેલા ૩,
For Private and Personal Use Only