________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ
૦૩
-
-
-
-
પણ પય પાળ્યા સિવાય આપી શકાય છે. માત્ર રોગીને રોગનું પ કરાવવાની જરૂર છે, પણ ભમના પથ્યની કાંઈ જરૂર નથી.
નાગભસ્મઃ-સીસું શેર પાંચ લઈ લેખંડની પેણીમાં મૂકી ચૂલે ચઢાવી નીચે અગ્નિ આપી, સીસાને રસ થાય એટલે વડની મૂળથી તેને ઘસતા જવું. ઘસતાં ઘસતાં છ કલાકમાં તેની ભસ્મ થશે. તે ભસ્મ તૈયાર થયા પછી ત્રિફળાને ઉકાળો, મૂત્ર અને તેલમાં તેને શુદ્ધ કરવી. એ શુદ્ધિ થયા પછી તે ભસ્મને તપાવીને કેવળ ભસમ રહે એવી બનાવી, તે પછી વડનાં લીલાં પાતરા શેર અઢી લાવી તેને બારીક છૂદી, તે છૂંદેલાં પાતરાંમાં સીસા ની ભસ્મ મેળવી દઈ, હાથથી ખૂબ મર્દન કરી, તેને સરાવ સંપુટમાં ભરી, કપડમટ્ટી કરી, જેટલા સંપુટ થયા હોય તે સર્વને એક ગજપુટ અગ્નિનાં થરેથર ગઠવી તાપ આપ, ઠંડું પડ્યા પછી તે ભસ્મને કાઢી લઈ ફરી વડનાં પાતરાંમાં ઉપર પ્રમાણે સંપુટ કરી, ગજપુટ અગ્નિ આપે. એવી રીતે દસ વખત વડનાં પાતરાંને ગજપુટ આપવાથી રતાશ પડતી પીળા રંગની વજનદાર પણ ખીલીને ફૂલેલી નાગભસ્મ તૈયાર થશે.
સુવર્ણ માક્ષિક ભસ્મર-સુવર્ણ માક્ષિક શેર પાંચ લાવી, તેને ખાંડીને દિવેલમાં (એરંડિયામાં કાલવી સંપુટમાં ભરી, કપડમટ્ટી કરી ગજપુટના ખાડામાં દસ શેર અડાયાં નીચે પાથરી તે ઉપર પિલા સંપુટ મૂકી, તે ઉપર બીજાં પાંચ શેર અડાયાં સિંચી ભઠ્ઠી સળગાવી અગ્નિ આપો. સ્વાંગ શીતળ થયા પછી તેને કાઢી દિવેલમાં કાલવી કપડપટ્ટી કરી ઉપર પ્રમાણે આંચ આપવી. એવી રીતે ત્રણ પટ દિવેલના આપવા. તે પછી સુવર્ણ માલિકને ખાટા દહીંમાં અથવા ખાટી છાશમાં મર્દન કરી, સરાવ સંપુટમાં ભરી, કપડમટ્ટી કરી રહેવા દેવાં. તે પછી ગજપુટના ખાડાને સાફ કરી તેની વચમાં એટલે ખાડાની ચારે બાજુએ ચાર ચાર આંગળ
For Private and Personal Use Only