________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
૫૮૯
પછી ઘઉં, ઘી અને ગળપણ મળેલા ભારે ખોરાકને પચાવે છે, શરીરમાં શક્તિ લાવે છે અને સંગ્રહણીના ઝાડા બાંધે છે. તેવી રીતે ક્ષયના રેગીને પણ અસરકારક રીતે ફાયદે કરે છે. માત્ર જેને માનસિક વિકારથી ક્ષય ન થયા હોય અને જે તેનાં હાડકાં ન ગળી ગયાં હોય, તો તે સારો થાય છે. પરંતુ હાડકાં ગળી ગયા પછી એટલે સાતે ધાતુને ક્ષય થયા પછી તે ગીને આરામ થતું નથી. ચંદ્રોદય પિતાને પ્રભાવ બતાવી તેને થોડા દિવસને માટે રાક પચાવી શક્તિ આપે છે, પરંતુ તે રેગી પાછે ઊથલો ખાઈ મરણું પામે છે. એ ઉપરથી એટલું સાબિત થાય છે કે, આ ચંદ્રોદયની સાથે રસરત્નાકરના રસાયન ખંડમાં હીરાની ભસ્મ મેળવીને જે રસ તૈયાર કરવાના અને તૈયાર કરીને સેવન કરવાના પ્રયોગ લખ્યા છે, તે પ્રમાણે વિધિપૂર્વક રસ તૈયાર કરવામાં આવે અને વિધિપૂર્વક રોગી શ્રદ્ધાથી પચ્ચે પાળી સેવન કરે, તો સાતે ધાતુગત ક્ષયરોગ જરૂર સારા થાય. એવા પ્રયોગ વિના ક્ષયને માટે જેટલી શોધ કરવાને મહેનત કરવામાં આવે તેનું ફળ સારું નીવડે એ અમારા વિચાર પ્રમાણે અસંભવિત છે. માટે ધાતુક્ષયને માટે બીજા ઉપાયે કરતાં આ પૂર્ણચંદ્રોદય રસ-પારાને આઠ સંસ્કાર આપી, બનાવી રોગીને આપવાની અમે ભલામણ કરીએ છીએ.
સ્વલ્પ ચંદ્રદય –જાયફળ, લવિંગ, બરાસ અને મરી એ ચાર ઔષધ તેલ તેલ, સેનાને વરખ એક માસે એટલે અઢી વાલ અને કસ્તૂરી અઢી વાલ એ સર્વના સમગ્ર વજને હિંગળકમાં થી કાઢેલા પારદને બનાવેલે રસસિંદૂર નાખી, ખરલમાં બારીક વાટી, ચૂર્ણના રૂપમાં અથવા પાનના રસમાં ચાર ગુંજાભારની ગોળી બનાવવી. એ ગોળી વયની વૃદ્ધિ કરી, શરીરમાં તિ, ચેત અને શક્તિ લાવી ઘણા રેગને સારા કરે છે.
ઉપર લખેલા પૂર્ણચંદ્રોદય તથા સ્વ૫ ચંદ્રોદય શુક્રધાતુ
For Private and Personal Use Only