________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૭–જેપી રામકૃષ્ણ રેવાશંકર-જાદર રક્તપિત્ત માટે -કારેલીનાં પાતરાંને રસ કઠાના તેલમાં મેળવી માથા ઉપર લગાડવાથી રક્તપિત્ત મટે છે. - ૮-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર પોરબંદર
રકતપિત્ત માટે અરડૂસીનાં પાતરાનું ચૂર્ણ એક વાલ મધ તથા ઘી સાથે દિવસમાં બે વખત ચાટવાથી રક્તપિત્ત મટે છે, શક્તિ રહે છે, દૂધ પચે છે અને છાતી મજબૂત થાય છે.
૯-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત રક્તપિત્ત માટે-સાપની કાંચળી વાલ ૬, ખજૂર તેલા ૬, પ્રથમ સાપની કાંચળીને ઝીણી ખલીને ખજૂર મેળવી ગોળી નંગ ૧૨ બનાવી, સવારસાંજ પાણી સાથે એકેક ગોળી આપવાથી રક્તપિત્ત મટે છે. ઘી-દૂધને રાક રાખ.
૧૦–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી.
રક્તપિત્ત માટે હરડે તો ૧, દ્રાક્ષ તેલ ૧, પીપળાના કૂણાં પાન તોલે ૧, અરડૂસાનાં પાન તોલા ૨, જેઠીમધ તેલા
અને ગળે તેલ ૧ આ સર્વને કવાથ કરી ઠંડો થવા દઈ મધ પીવાથી રક્તપિત્ત, ઊલટી, તાવ, ઉધરસ અને ક્ષય મટે છે.
૧૧-વૈદ્ય ગોવર્ધનરાવ-પાટણ રકતપિત્ત માટે -(મગજમાંથી લોહી પડતું હોય તે) સુખડનું તેલ તેલ એક તથા કપૂરની નાની ગોટી નંગ બે વાટી, તે તેલને ગરમ કરી ઠંડું પાડી નાકે સુંઘવાથી મગજમાંથી પડતું લેહી બંધ થઈ જાય છે.
૧ર-માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા રક્તપિત્ત માટે -(ગમે તે ઠેકાણેથી પડતું લેહી) એલચી,
For Private and Personal Use Only