________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. . .
" '
.
અથવા દિવસમાં ત્રણ વાર શેકેલી હિંગની ફાકી મરાવવાથી વાળી ને કૃમિ આઆિપ મરી જાય છે. પણ જે વાળ તૂટ્યો હોય તે તેમાં સોજો આવી જાય છે. તેવા વખતમાં તે સેજાને પકાવી વાળાને સારે કરવા માટે કાચકાની વગર શેકેલી મીજને બારીક વાટી દિવેલમાં ઘૂંટી, મલમ જેવું બનાવી સજા પર ચોપડી, પાટો બાંધ; અથવા વિલાયતી ખરસાણી કે જેનાં પાતરાં હડસાંકળનાં પાતરાં જેવાં બરડ થાય છે, જેના છોડ બે ફૂટ કરતાં ઊંચા થતા નથી અને જે બાગબગીચામાં વાડને ઠેકાણે ઉગાડવામાં આવે છે, તેનાં પાતાં લાવી છુંદી ગરમ કરી પાટા બાંધવાથી સેજે પાકીને વાળ નીકળી જાય છે. પછી પાકેલો સે તેનાથીજ રુઝાઈ જાય છે. ઘણા ચિકિત્સક વાળાને બહાર નીકળતાં બાંધી રાખે છે અને ધીમે ધીમે નીકળતું જાય તેમ તેને લપેટતા જાય છે, જેથી તેને તૂટવાને સંભવ વધારે રહે છે. પણ અમારા જિલ્લામાં દક્ષિણ દેશમાંથી એક વૈદ્યની જાતના લેકે આવે છે, તેઓ ગલીએ ગલીએ વૈદ્ય વૈદ્યએમ પોકારે છે. તે લેકે વાળાને જુદી રીતે જ કાઢે છે. કઈ જાતનું તેલ જેટલો લાંબો વાળે જણાય તેટલા ભાગમાં ચામડી ઉપર પડે છે, એટલે વાળો અંદરથી અકળાઈ પિતાનું મહું બહાર કાઢે છે. તે વાળાના મેઢાને એક ભૂંગળીમાં લઈ ભૂંગળીને બીજે છેડે કપડું આડું રાખી એવા જોરથી શ્વાસ ખેંચે છે કે, બે મિનિટમાં વાળને કૃમિ જીવતે અને આને બહાર નીકળી પડે છે. જો કે તે વૈદ્યો આ ઉપાય પરસ્પર એકબીજાને બતાવે છે, પણ આપણા વૈદ્યને બતાવતા નથી. માટે જે કઈ વૈદ્ય પુરુષાર્થ કરી એ ઉપાય મેળવે, તે આયુર્વેદની ચિકિત્સામાં એક અદભુત અને ચમત્કારિક ઉપાયને વધારો થાય. આ વાત લખવાનું કારણ એ છે કે, જુદી જુદી પ્રકૃતિના વૈદ્યરાજે આવા ઉત્તમ ઇલાજ મેળવવા પાછળ લાગે, તો એ ઉપાય હાથ કરી શકાય,
For Private and Personal Use Only