________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
કાર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે જમવાથી અથવા વખત બે વખત ડુંઘણું ખાવાથી, અથવા સ્થાવર વિષના ભક્ષણથી અથવા દારૂ પીવાથી, અથવા પેટમાં થતા કૃમિથી, અથવા શેકથી અથવા ભયથી, પક્વાશયમાં રહેલા સમાનવાયુ તથા પાચકપિત્ત અને ક્લેદન કફ બગડે છે. આથી અપાનવાયુમાં પાચકપિત્તને અતિયોગ થાય છે, કલેદન કફ પાતળો બની જાય છે, એટલે ખાધેલા ખોરાકને રસ થઈ ઉપરાઉપરી પાતળા ઝાડા થાય છે, તેને અતિસાર કહે છે. તે અતિસારના છ ભાગ પાડવામાં આવ્યા છે. (૧) વાતાતિસાર, (૨)પિત્તાતિસાર, (૩) કફાતિસાર, (૪) ત્રિદેષાતિસાર, (૫) શેકાતિસાર અને (૬) ભયાતિસાર. એ પ્રમાણે
જુદા જુદા દેશોના હીન, મિથ્યા અને અતિગથી તથા માનસિક વિચારેથી ત્રિદેષને હીન, મિથ્યા અને અતિયોગ થવાથી, સમાનવાયુ પાણી અને મળના જુદા ભાગ નહિ પાડી શકવાથી અને અપાનવાયુમાં આવેલે મળ પિત્તના અતિવેગથી અપાનવાયુ સુકાવી નહિ શકવાથી, તેમજ પાચકપિત્તને અતિગ થવાથી અને પાનવાયુને હ ગ થવાથી, હૃદયમાં રહેલ અવલંબન કફ, પકવાશયમાં સમાનવાયુએ તૈયાર કરેલા રસને યકૃત તથા પ્લીહામાં નહિ ખેંચાવાથી તે રસ અપાનવાયુ દ્વારા પાણીના રૂપમાં બહાર નીકળી જાય છે, તેથી તેને છ પ્રકારના અતિસાર થાય છે.
૧, વાતાતિસાર -કોઠામાં રહેલા સમાનવાયુને હીનાગ થવાથી અને યકૃતમાં રહેલા રંજકપિત્ત કેઠામાં પાચકરસ વધારે નાખવાથી, તેમજ એ વધારે સમાનવાયુ નહિ શાષવાથી પાચકપિત્ત અને રંજકપિત્ત મળે લાલ રંગને ફીણવાળે તથા અપાનવાયુએ કંઈક સૂકવેલો એટલે થોડી થોડી ગાંઠવાળો વારંવાર ઝાડા થાય છે અને અપાનવાયુ કલેદન કફથી છૂટો પડી જવાથી અવાજ સાથે ઝાડા થાય છે તથા પેટમાં શૂળ મારે છે; તેને વાતાતિસાર નામ આપવામાં આવ્યું છે.
For Private and Personal Use Only