________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદાષ-સિદ્ધાંત
૪૯
એનું તાઉન નામ આપી વર્ણન કરેલુ છે. તેમાં તેઓ લખે છે કે, રાગીને ખુલ્લી હવામાં રાખવા, પણ શરીર પર ગરમ કપડાં એઢાડવાં. તાવને માટે પિત્તની શાંતિ થાય એવા ઉપાચા કરવા અને ગાંઠ ઉપર ગુલેઅરમાની, લીલા ધાણાના રસ મેળવીને ચેપડવાથી પ્લેગના દરદી ઘણા સારા થાય છે. એ પ્રમાણે હુકીત હાવાથી અમે પ્લેગના દરદીની નીચે પ્રમાણે સારાર કરતા હતા, જેથી સે’કડા દરદી સારા થઈ શકયા છે.
અમારું માનવુ એવુ છે કે, આ રાગમાં ગાંઠ કાંઈ રાગ નથી પરંતુ ગાંઠ એ રાગનું એક અંગ છે, તેથી ગાંઠ તરફ ધ્યાન નહિ આપતાં રાગનાં ખીજા' અંગેા તરફ ધ્યાન આપવાની અમને ફરજ પડતી હતી. કારણ કે આ રાગમાં જે રોગીને થાડા પણ શ્વાસ જણાતા હાય, તેમ પુરુષને નાકેથી અથવા મેઢેથી ઘેાડુ પણ લેહી પડવુ' હાય તથા સ્ત્રીએ તાવમાં રજસ્ત્રાલા થઇ હોય અને તેની ગાંઠ પાકી હાય, ફૂટી હોય અથવા ચીરી હાય કે ડામી હાય, તા પણ તે રાગીએ મરતા જોવામાં આવ્યા છે. એકંદરે જોતાં સન્નિપાતવાળા, ભ્રમવાળા મૂર્છાવાળા અને લવારા કરવાવાળા દરદીઓમાંથી સેકડે પચાસ દરદી ખચાવી શકાય છે. પણ જેમને શ્વાસ થયા હાય, લેાહી પડવુ' હાય અને જેમની ગાંઠની આસપાસ થાડા ઘણા પણુ સાજો આવ્યેા હાય તેવા રાગીઓ પૈકી એક પણ રાગી મચવા ભાગ્યશાળી થઈ શકયો નથી.
પ્લેગના રાગમાં પ્રથમ દિવસથીજ અમે લઘન કરાવતા હતા. એ લ’ધનથી જે રાગી શુદ્ધિમાં આવે અથવા જ્યારે તેને ખરેખરી ભૂખ લાગે, ત્યારેજ તેને ઘી, દૂધ, તેલ અને મીઠાશના ત્યાગ કરાવી માત્ર પાણીમાં મીઠુ નાખેલી ચેાખાની, ઘઉંની કે ખાજરીની કાંજી કે રોટલી આપતા હતા; અને રાગીને સુતરાજ મૃતપ્રાણદાયી રસ, શ્રીમૃત્યુંજય રસ, મહાજ્વરાંકુશ રસ, શ્વાસ
For Private and Personal Use Only