________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
-
- - -
-
-
-
ત્રિદોષ-સિદ્ધાંત
૩૯૩ પાવાથી ગમે તે જાતને તાવ માત્ર એક અગર ત્રણ દિવસમાં નાશ પામે છે અને ફરીથી ઊથલે મારી પાછો આવતો નથી. આ દવા મેટી નામાંકિત પટટ દવા કરતાં પણ સારું કામ બજાવે છે. પચાસ કેસ પર વાપરી છે પણ નિષ્ફળ નીવડી નથી.
૩. તાવ ઉતારવાનું ચૂક–સોનામુખી તેલે ૧, પીપર તેલ બે, કરિયાતું તેલ ૧, કડુ તેલ ૧, એ દરેક ચીજ ઉપરના માપ પ્રમાણે લઈ, વાટી વસ્ત્રગાળ કરી, તેનાં સરખા વજનનાં ત્રણ પડીકાં બનાવવાં. સવારસાંજ એક પડીકું ઠંડા પાણી સાથે પાવું. બાકીનું પડીકું બીજે દિવસે સવારે આપવું. એથી ગમે તેવા ચડેલે તાવ, કાયમની ગરમી રાખી ઊતરી જાય છે. તથા હૃદય ઠંડું પડતું નથી. ઘણા કેસોમાં વાપરી ખાતરી કરી છે.
૪. અંકલનાં મૂળની અંતરછાલની ભૂકી વસ્ત્રગાળ બનાવી ગરમ ચા અગર ગરમ પાણી સાથે આપવાથી બે કલાકમાં જ તાવ ઊતરી જાય છે. હૃદય નરમ પડતું નથી. પાંચથી દશ ગ્રેઈન સુધી આ દવા અપાય છે. ઊલટી થાય તે બિલકુલ બીવું નહિ. આ દવાની ભૂકી ગરમ ચા સાથે પાઈ દદીને તરત સુવાડી ઉપર ગોદડાં ઓઢાડવાં. પરસેવો પુષ્કળ થઈ તાવ ઊતરે કે ગોદડાં કાઢી લેવાં. એક કપડું અંગ પર તે જરૂર રાખવું.
ર૬-શાહ દુર્લભદાસ કરસનદાસ મહેતા-મુંબઈ
૧, શેકેલાં કાકીને ભૂકે તેલે વા તથા મરી વાલ રા લઈ તેમાં મેળવી ત્રણ પડીકા બનાવવાં. તાવ આવવાને વખત થાય ત્યાં સુધી કલાક કલાકને અંતરે એ પડીકાં આપવાં. આ દવાથી એકાંતરિ તથા ચોથિ તાવ આવશે નહિ. કદાચ એક વારીમાં ફાયદો ન દેખાય ને તાવ આવે તે બીજી વારીએ તે જરૂર આરામ થઈ જશે.
For Private and Personal Use Only