________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૭૧
અને અસાધ્ય છે, પણ શીતપૂર્વક જવર સાધ્ય છે. એ પ્રમાણે વિષમજવર નિદાનશાસ્ત્રકારે કહ્યા છે. પરંતુ અમારા જેવામાં એક એવે વિષમજવર આવ્યું છે કે, રેગી ખોરાક ખાતે જાય, ઘરનું કામકાજ કરતે જાય, જરૂર પડે તે ડું ઘણું ચાલતું જાય, પરંતુ બે, ચાર, પાંચ, સાત કે દશ દિવસમાં ગમે તે દિવસે અથવા ગમે તે વખતે તેને ટાઢ ચડે અને પુષ્કળ ઓઢવા છતાં શરીર ધ્રુજે. એ પ્રમાણે ઓછામાં ઓછા એક કલાક અને વધુમાં વધુ ચાર કલાક ટાઢ વાયા પછી તેને પસીનો થાય અને ટાઢ સમાઈ જાય; પણ વિષમજવરમાં કહ્યા પ્રમાણે દાહ થાય નહિ, તેમ શરીર ઊનું પણ થાય નહિ. આવા તાવવાળાને આગળ કહેલા શીતભંજી રસની બે બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી તાવ ગ એમ અમને જણાયું, ત્યારે મહિનામાં એક વાર અથવા બે મહિને એક વાર તાવ આવવા માંડ્યો. પછી તેને ટાઢ વાઈ હોય તે અરસામાં ચાર દિવસ સુધી શીતભંજી રસ આપીને આગળ કહેલી મહાન્વરાંકુશની ગેબી લાગેટ ચાર મહિના સુધી દિવસમાં ત્રણ વખત ત્રણ ત્રણ ગોળી આપવાથી તે તાવ ગયો. એ પ્રમાણે વિષમજવરમાં ચિકિત્સકે બુદ્ધિપૂર્વક કેઈ સારા રસની ચેજના કરવી અને રોગીએ ધીરજ રાખી વૈદ્યની પાસે ઉતાવળ કરાવિ દવા બદલાવવા આગ્રહ કરે નહિ, પણ શાંતિથી એકજ દવાને ઉપયોગ કરે. આમ કરશે તેજ વિષમજવર જશે. પણ વિષમજવર ચાલતા હોય તેવામાં ભારે ખોરાક ખાય અથવા ઘણે શ્રમ કરે અથવા માનસિક વ્યાપારમાં કામ, ક્રોધ, લોભ અને ઈર્ષા વગેરેનું વધારે સેવન કરે, તે તે વિષમજવર ફરીથી આવે છે અને તે જીવતાં સુધી જતું નથી એ વાત નિર્વિવાદ છે.
વર્ષાવતુ, શરદઋતુ અને વસંતઋતુમાં વાયુ આદિના અતિગથી ક્રમાનુસાર જે તાવ આવે છે, તે પ્રાકૃતજવર કહેવાય છે,
For Private and Personal Use Only