________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઉદાનવાયુ ખેંચી લઈ જઈ તાવ ઉત્પન્ન કરે છે, જેથી ચિત્તમાં શિથિલતા ઉત્પન્ન થવાથી રોગી ભાન ભૂલી જઈને ચહ્નાતકા બકે છે. જે માણસને પિતાની ધારેલી ઈચ્છા નહિ પૂરી થવાથી અથવા સામા માણસે પોતાનું ધાર્યું કહ્યું નહિ કરવાથી, તે વાત મનાવવાને માટે અથવા કહ્યું કરાવવા માટે અંતઃકરણને જે જેશ આવે છે; તેથી સાધકપિત્ત આલેચકપિત્તમાં મળવા માટે ઝપાટાબંધ માથા ઉપર દેહે છે. તેથી આ રોગીનું આખું અંગ ધ્રુજે છે અને તાવ આવે છે. તેને પણ અભિશંગ” નામને આગંતુક જવર કહેવામાં આવે છે. કોઈ માણસ માટે કોઈ માણસ પોતાના મનના સંકલ્પથી તેનું અનિષ્ટ ચિંતવે અને જે ચિંતવનારના મનને વેગ અતિ બળવાન હોય, તે આકાશમાં રહેલા પ્રાણવાયુ (ઈથર) ને ભેદીને તે સંકલ્પ મધ્યમા વાણીમાંથી નીકળી, બીજા માણસની મધ્યમા વાણીમાં પ્રવેશ કરે છે. જેથી મધ્યમાવાણું કે જેનું હદયમાં સ્થાન છે, તે હૃદયમાંના સાધકપિત્તને ઉશ્કેરી ઉદાનવાયુ સાથે મેળવી, હૃદયમાં રહેલા અવલંબન કફને ક્ષીણ કરે છે. જેથી રોગીને તરસ ઘણી લાગે છે અને બેભાન થાય છે. એવા લક્ષણ વાળા રેગીને “અભિચાર” નામને આગંતુકાર” આવ્યું છે, એમ જાણવું. જે રેગીની તન્માત્રાઓ વિકારને પામી અવ્યવસ્થિત થાય, જેથી અંતઃકરણની ઓફિસમાં અવ્યવસ્થા થવાથી તાવ આતે તે તાવમાં રેગી હસે છે, રડે છે, ગાય છે, ધૂણે છે અને પૂજે છે. એવાં લક્ષણવાળા રોગી કે જેની પાંચે તન્માત્રાઓ વિકાર પામી શરીરમાં રહેલાં પાંચે ભૂતને કે પાવે છે, જેથી એવા તાવનું નામ પંડિતએ “ભૂતાભિશંગ” પાડ્યું છે. હવે ઉપર કહેલા ચારે પ્રકારના આગંતુકજવરનાં કારણે બહારથી આવે છે, છતાં તે કારણે ઉત્પન્ન થયા પછી શરીરના ત્રણે દોષને પિતપોતાના ગુણ પ્રમાણે કે પાવે છે. એટલે ચિકિત્સકને તે દેષને કેપ નજરે પડે
For Private and Personal Use Only