________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદેષ-સિદ્ધાંત
૩૩૯
ઉપર પ્રમાણે ત્રિદોષની ત્રણે મુખ્ય ઓફિસમાં અવ્યવસ્થા થવાથી ત્રિદોષની પંદરે ઓફિસમાં અવ્યવસ્થા થાય છે, તેને સન્નિપાત કહેવામાં આવે છે. પરંતુ દરેક રેગીના ગુણ, કર્મ અને સ્વભાવ જુદા હેવાથી તેના પ્રકૃતિભેદથી સન્નિપાતના સ્વરૂપમાં જે ભેદ જણાય છે, તેના જુદા જુદા તેર ભેદ નિદાનશાસ્ત્ર વર્ણવ્યા છે.
૧. સમાનવાયુની ઓફિસમાં અસમાનતા થવાથી વાયુ દરેક ઑફિસમાં વધી પડે છે, જેથી અવલંબન કફને પ્રાણવાયુ સૂકવવાથી શ્વાસ અને ઉધરસ થાય છે. મગજમાં રહેલા સ્નેહગ કફને ઉદાનવાયુએ સૂકવવાથી ભ્રમ, મૂછ, બકવાદ અને મેહ થાય છે. પાનવાયુ અને ઉદાનવાયુની સમાનતામાં ભેદ પડવાથી, પડખામાં વેદના થાય છે અને બગાસાં આવે છે. તેવી રીતે ઉદાનવાયુ રસન કફને સૂકવવાથી મોઢું લૂખું પડે છે, અને જીભમાં તૂરાશ આવે છે. આવાં લક્ષણોવાળા રોગીને “
વાવણ સન્નિપાત કહે છે અને એ દારુણ સન્નિપાતનું બીજું નામ “વીસફરેક’ આપ્યું છે.
૨. પાચકપિત્તની ઓફિસમાં પિત્તને અતિયોગ થઈ તે પિત્ત અપાનવાયુના સ્થાનમાં આવવાથી, રેગીને ઝાડા થાય છે અને તે પિત્ત ઉદાનવાયુ સાથે મળવાથી કફને સૂકવી ભ્રમ કે મૂછને ઉત્પજ કરે છે. પાચકપિત્ત ઉદાનવાયુ સાથે મળવાથી જ્યારે રસ કફ સુકાઈ જાય છે, ત્યારે મેટું પાકે છે અને શરીરમાં રાતાં ચાઠાં થાય છે, તથા બ્રાજકપિત્ત વધવાથી આખે શરીરે દાહ થાય છે. એવાં લક્ષણવાળા સન્નિપાતને “પિત્તો ઘણુ” કહે છે અને એનું બીજું નામ નિદાનશાસે “આશુકારી” આપ્યું છે.
૩. હૃદયમાં રહેલા અવલંબન કફને અતિગ થવાથી માથામાં રહેલા સ્નેહગ કફ અને ગળામાં રહેલા રસના કફમાં અતિરોગ થાય છે. તેથી રોગીને બોલવામાં ગદ્ગાદપણું થાય છે, નિદ્રા ઘણી આવે છે, તેમ તેથી આલેચકપિત્ત ઘટી જવાથી આંખે
For Private and Personal Use Only