________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૨૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઉષ્ણ થાય છે. બીજી તરફ આમાશયમાં રહેલો કફ સુકાય છે, જેને લીધે આમાશયમાં રહેલું પિત્ત દ્રવરૂપ હોવાથી રોકાઈ નહિ રહેતાં, પાતળા ઝાડા થાય છે. ઉદાનવાયુએ સાધકપિત્તને માથામાં ખેંચેલું હોવાથી નિદ્રાને નાશ થાય છે. પાચકપિત્ત વધવાથી અને અવલંબન કફ સુકાવાથી વધેલું પાચકપિત્ત હૃદયમાં આવી, સા. ધકપિત્ત સાથે મળે છે, તેથી હૃદયમાં તેને સમાવેશ નહિ થવાથી તે ઊલટીના રૂપમાં બહાર નીકળી જાય છે. સમાનવાયુ સરખા ભાગ નહિ પાડી શકવાથી, કંઠમાં રહેલા રસનકફને ઘટતે રસ મળતું નથી. એટલે ઉદાનવાયુએ ખેંચેલા પાચક અને ભ્રાજકપિત્તથી ગળું, મુખ અને હઠ પાકી જાય છે. સમાનવાયુ આખા શરીરમાં રહેલા સંશ્લેષણ કફને જ્યારે ભ્રાજકપિત્તના સ્થાનમાં મોકલી આપે છે, ત્યારે શરીરમાંથી અત્યંત પસીને છૂટે છે. પકવાશયમાં રહેલું પાચકચિત્ત, સમાનવાયુમાં ઉત્પન્ન થયેલા રસને યકૃતમાં રહેલા રંજકચિત્તને પહોંચાડે છે; પણ રંજકચિત્તની ઉપર પ્રાણવાયુનું દબાણ ઓછું હોવાથી, તેને બરાબર રંગ આપી શકાતું નથી; જેથી તે હૃદયમાં રહેલા સાધકપિત્તમાં શુદ્ધ લેહી બનવાને માટે જાય છે, ત્યાં અવલંબન કફને વધારો થયો છેવાથી તે લોહી પીળું બની શરીરમાં ફરવા નીકળે છે. જેથી શરીરની કેશવાહિનીઓમાં પીળા રંગના પરમાણ વધવાથી તે મનુષ્યને ઝાડે, પેશાબ, આંખ, જીભ અને ચામડી પીળા રંગની દેખાવા માંડે છે. સાધકપિત્ત દગ્ધ થઈને રસના કફમાં મળે છે, જેથી જીભમાં કડવે સ્વાદ ઉત્પન્ન થાય છે અને તે દગ્ધ થયેલું પિત્ત ઉદાનવાયુ ખેંચીને મસ્તક ઉપર લઈ જાય છે, તેથી દદી પ્રલાપ (લવારે) કરે છે. એ પ્રમાણે ઉપદ્રવ સહિત જ્યારે લક્ષણે દેખા ય, ત્યારે તેને પિત્તજવર નામ આપવામાં આવે છે. આવા પિત્તવરવાળા દદીને દશ દિવસ લંઘન કરાવવું એ શાસ્ત્રને મત
For Private and Personal Use Only