________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૨૯૭
-
-
,
,
,
,
....
.
..
...
.
.
.
.
.
.
.
.
ફાંફાં મારે છે, તેમ આયુર્વેદરૂપ નૌકાને છેડી અથવા તે હાથમાં નહિ આવવાથી કે નહિ દેખાવાથી કૃત્રિમ અને તરેહવાર ફળશ્રુતિને વળગે છે, તેમાંથી તેને ઉદ્ધાર કરી, જગતને ખાસ માર્ગ પર મૂકી શકાશે. આમ મનુષ્યજન્મની સફળતા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચાર પદાર્થ મેળવવાનું સાધન, જે આ શરીર, તે શરીરના, પ્રકૃતિના, વાતાવરણના, વાતાવરણમાં થતા ફેરફારના, મનુષ્યના આહારવિહારના, કર્મવિપાકને જાણ વિચારીને તેનું રક્ષણ કરી શકાશે.
-त्रिदोष-सिद्धांत
વેદધર્મ અને વેદધર્મશાસ્ત્રો આપણને જે પ્રમાણે સૃષ્ટિકમના નિયમે સમજાવે છે, તે પ્રમાણે આખી દુનિયાનાં કઈ પણ ધર્મ શાસ્ત્રો કે વૈદકશાસ્ત્રો સમજાવી શકતાં નથી. જેમ ઈતર ધર્મશાસ્ત્રો જગતની ઉત્પત્તિમાં જુદા જુદા મત ધરાવે છે, જેવા કે પરમેશ્વરે ખાકમાંથી પૂતળું બનાવી તેમાં રૂહ (જીવ) ફેંક્ય એટલે સૃષ્ટિની પ્રથમ ઉત્પત્તિ થઈ, તેમ આપણાં ધર્મશાસ્ત્રો માનતાં નથી, પરંતુ તેઓ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આ પ્રમાણથી જે બાબતે સિદ્ધ થઈ શકે તેનેજ સત્ય કહે છે અને સત્ય માને છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં આપણને સમજાવે છે કે, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થ, વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયે, અગ્નિમાંથી પાણી ઉત્પન્ન થયું અને પાણીમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. તેવી રીતે નિરૂપ આકાશમાંથી વાયુ ઉત્પન્ન થઈને ઘર્ષણના વેગથી અગ્નિ ઉત્પન્ન થયે, ઘર્ષણ અગ્નિમાંથી વીર્યરૂપ પાણી પ્રકટ થયું અને તે પાણીમાંથી શરીરરૂપ પૃથ્વી ઉત્પન્ન થઈ સૃષ્ટિરૂપ જગતમાં વાયુ, અગ્નિ અને પાણી, એ ત્રણ ભૂતે જેમ કાર્ય કરે છે, તેમ શરીરરૂપ સૃષ્ટિમાં
For Private and Personal Use Only